Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ઈશ્વર મને ધિક્કારે છે અને મને ક્રોધથી રહેંસી નાખે છે; પોતાના રોષમાં તે મારી સામે દાંત પીસે છે. મારો શત્રુ મારી સામે આંખો કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે, અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે; મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “દેવ મારા પર હુમલો કરે છે, તે મારી સાથે ઉદ્વિગ્ન છે અને મારા શરીરને કાપીને અલગ કરે છે. દેવ મારી સામે તેના દાંત પીસે છે. મારા દુશ્મનો મારી સામે ધિક્કારથી જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:9
17 Iomraidhean Croise  

તમે શા માટે મારાથી તમારું મુખ સંતાડો છો? અને શા માટે મને તમારો શત્રુ ગણો છો?


જો કે હું સડી ગયેલી વસ્તુની જેમ નષ્ટ થતો જાઉ છું અને ઉધઈએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ર્જીણ થતો જાઉં છું. તો પણ તમે મારા પગે બેડી બાંધો છો અને કયા માર્ગે મારું પગેરું જાય છે તે જાણવા મારા પગના તળિયે ડામનાં નિશાન લગાડો છો.


તું તારા ક્રોધાવેશમાં તારી જાતને ઘાયલ કરી નાખે, તો પણ તારે લીધે કંઈ પૃથ્વી વેરણખેરણ કરી નંખાશે, અથવા તને સંતોષવા કંઈ પહાડો ખસેડાશે?


તેમણે મારી વિરુદ્ધ તેમનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત કર્યો છે, અને મને પોતાનો દુશ્મન ગણે છે.


તમે મારી સાથે નિર્દયતાથી વર્તો છો, તમારા બાહુબળથી તમે મને સંતાપો છો.


છતાં ઈશ્વર મારી વિરુદ્ધ બહાનું શોધે છે અને મને તેમનો શત્રુ ગણે છે.


સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.


ઈશ્વરનિંદકોની જેમ મારી ઠેકડી ઉડાડનારા મને ઘેરી વળ્યા છે અને ગુસ્સામાં પોતાના દાંત મારી સામે પીસે છે.


દુષ્ટ માણસ નેકજનની વિરુદ્ધ ષડયંત્રો રચે છે અને તેની સામે ગુસ્સાથી દાંત પીસે છે.


હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય.


તારા બધા દુશ્મનો તારી મોટેથી મશ્કરી કરે છે અને ધિક્કારે છે. તેઓ હોઠ દબાવીને અને દાંત પીસીને કહે છે, “અમે તેનો નાશ કર્યો છે. આ જ દિવસની અમે રાહ જોતા હતા. અમને એ દિવસ જોવા મળ્યો છે.”


સંતાયેલા રીંછની માફક તે મારી રાહ જુએ છે અને સિંહની માફક લપાઈને તે મારા પર તરાપ મારે છે.


તેથી હું એફાઈમ અને યહૂદિયાના લોકો પર સિંહની જેમ ત્રાટકીશ. હું તેમને ફાડી નાખીને જતો રહીશ. જ્યારે હું તેમને ઘસડીને લઈ જઈશ ત્યારે તેમને કોઈ છોડાવી શકશે નહિ.


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે.


એ સાંભળીને ન્યાયસભાના સભ્યો સ્તેફન પર ક્રોધે ભરાયા અને તેની સામે ગુસ્સાથી દાંત પીસવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan