Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમે મારી ધરપકડ કરી છે તે જ મારી વિરુદ્ધની સાક્ષી છે. મારી રોગિષ્ટ દશા જ મારા અપરાધનો પુરાવો ગણાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેં મને કરમાવી નાખ્યો છે, એ જ [મારી વિરુદ્ધ] સાક્ષી છે. અને મારી દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને મારે મોઢે ચઢીને સાક્ષી પૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે દેવ! તમે મને કેવો હાડપિંજર જેવો બનાવી દીધો છે! લોકો એને મારાં પાપોનું પરિણામ માને છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:8
10 Iomraidhean Croise  

તમે મારી વિરુદ્ધ તમારી દુશ્મનાવટ તાજી કરો છો અને મારી વિરુદ્ધ તમારો ક્રોધ સતત વધતો જાય છે અને મારા પર દુ:ખોના અવારનવાર હુમલા લાવો છો.


મારી આંખો વેદનાથી ઝાંખી થઈ છે, અને મારા સર્વ અવયવો પડછાયા જેવા બન્યા છે.


દાંત જેમ અવાળાંને વળગી રહે છે, તેમ મારાં હાડકાં મારાં માંસ અને ચામડીને વળગી રહ્યાં છે!


તેના શરીર પરનું માંસ ગળી જાય છે અને દેખાતું જ નથી અને અગાઉ નહિ દેખાતાં હાડકાં ઊપસી આવે છે.


તેથી ઈશ્વરે તેમની માગણી પ્રમાણે તેમને આપ્યું, પણ તેમના પર ભયાનક રોગચાળો મોકલ્યો.


ઉપવાસોથી મારા ઘૂંટણો લથડિયાં ખાય છે; પૌષ્ટિક ખોરાકને અભાવે મારુ શરીર ક્ષીણ બન્યું છે.


એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે.


દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે.


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


હું અહીંથી ભરીભાદરી નીકળી હતી, પણ પ્રભુ મને ખાલી હાથે પાછી લાવ્યા છે. સર્વસમર્થ પ્રભુએ પોતે જ મને દુ:ખી કરી છે અને મારી સાથે આમ વર્ત્યા છે. તો મને શા માટે ‘સુખી’ કહીને બોલાવો છો?”


Lean sinn:

Sanasan


Sanasan