Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હું પણ તમારી માફક બોલી શકું છું; જો તમે મારે સ્થાને હોત તો શું હું તમારી સામે શબ્દોની સરવાણી ચલાવત? શું તમારી સામે માથું ધૂણાવી તમારી મજાક કરત?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગાએ હોત, તો હું તમારી સાથે દલીલ કરત, અને તમારી સામે મારું માથું ધુણાવત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, તો હું તમારી સામે ડાહી વાતો કરત, અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જો તમારી જગાએ હું હોત તો હું આ પ્રમાણે જ બોલી શક્યો હોત. મેં તમારી સામે ડાહી વાતો કરી અને માથું હલાવ્યું હોત.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:4
21 Iomraidhean Croise  

પ્રભુએ આમ જણાવ્યું છે: “હે સાન્હેરિબ, સિયોનની કુમારિકા તારો તુચ્છકાર કરે છે, તે અટ્ટહાસ્ય કરીને તારો તિરસ્કાર કરે છે; તું પીછેહઠ કરી રહ્યો છે ત્યારે યરુશાલેમની પુત્રી માથું હલાવીને તારી ઠેકડી ઉડાવે છે.


“આ બકવાટનો ઉત્તર નહિ અપાય? શું જીભાજોડી કરનાર નેક ઠરશે?


ના, હું તો મારા મુખના શબ્દોથી તમને પ્રોત્સાહન આપત, અને મારા હોઠોના સાંત્વનથી તમને રાહત આપત.


તેથી યોબ પોતાને મોઢે નિરર્થક વાતો કરે છે, અને જ્ઞાન વિના બકવાસ કરે છે!”


હતાશ થયેલા માણસ પ્રત્યે તેના મિત્રે હમદર્દી દાખવવી જોઈએ, નહિ તો તે સર્વસમર્થના ભયનો ત્યાગ કરશે.


હું શત્રુઓની મજાકનું પાત્ર લાગ્યો છું; તેઓ મને જોઈને તિરસ્કારથી માથાં ધૂણાવે છે.


મને જોનારા સૌ કોઈ મારી મજાક ઉડાવે છે, તેઓ મોં મચકોડે છે અને માથું ધૂણાવીને મહેણાં મારે છે.


તેઓ કહે છે, “તેણે પ્રભુ પર આધાર રાખ્યો હોય તો તે તેને છોડાવે! તે પ્રભુનો માનીતો હોય તો ભલે તે તેને ઉગારે!”


તમે તો અમને વિદેશી રાષ્ટ્રોની વચ્ચે કહેવત સમાન બનાવ્યા છે, અને અન્ય પ્રજાઓ અમારી સામે તિરસ્કારથી માથાં હલાવે છે.


બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે.


મૂર્ખ ઘણું બોલે છે, પણ ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જાણતું નથી. મૃત્યુ પછી શું થશે એ તેને કોણ કહી શકે?


ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષેની તારી પ્રાર્થના તેમણે સાંભળી છે. પ્રભુએ તેની વિરુદ્ધ આ શબ્દો ઉચ્ચાર્યા છે: “હે સાન્હેરીબ, સિયોનની કુંવારી પુત્રી તારો તુચ્છકાર કરે છે અને તારી હાંસી ઊડાવે છે. યરુશાલેમની પુત્રી તારી સામે પોતાનું માથું ઉગામે છે.


તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.


હે મોઆબ, તેં ઇઝરાયલના લોકોની કેવી મશ્કરી ઉડાવી હતી! તેઓ જાણે લૂંટારું ટોળકીના સાગરીતો તરીકે પકડાયા હોય એમ જ્યારે જ્યારે તું એમના વિષે બોલે છે ત્યારે ત્યારે ધૃણાથી ડોકું ધૂણાવે છે!


હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


બીજાઓ પાસે જેવા વર્તાવની તમે અપેક્ષા રાખો છો, તેવો વર્તાવ તમે કરો. મોશેના નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોના શિક્ષણનો સાર આ જ છે.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


જો શરીરના એક અવયવને નુક્સાન થાય, તો તેની સાથે બીજા બધા અવયવોને દુ:ખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય, તો તેનો સુખાનુભવ બધા અવયવો કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan