Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:12 - પવિત્ર બાઇબલ C.L.

12 હું તો સુખચેનમાં હતો પણ તેમણે મારા ભૂક્કા બોલાવી દીધા છે; મારી ગરદનેથી પકડીને મને પછાડયો છે; હવે તેમણે મને તાકવાનું લક્ષ્ય બનાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો. હા, તેમણે મને ગરદનેથી પકડીને અફાળી ચૂરો કર્યો છે. તેમણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હું સુખચેનમાં હતો, ત્યારે તેણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનમાંથી પકડ્યો અને મારા ટૂકડેટૂકડા કરી નાખ્યા. દેવે મારો નિશાન તરીકે ઉપયોગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:12
19 Iomraidhean Croise  

તે અક્કડ ગરદનનો થયો છે; તે ઈશ્વરની સામે ધસે છે. તે પોતાનું મોં ફૂલાવીને અને કમર કાસીને, તથા પોતાની ખીલાદાર ઢાલ લઈને સામનો કરે છે.


ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.


ઈશ્વરે મારા દિલને હતાશ કરી દીધું છે, અને સર્વસમર્થે મને ગભરાવ્યો છે.


ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો. હું અંધકારમાં થઈને ચાલતો ત્યારે તે મને પ્રકાશ આપતા.


મને નથી નિરાંત કે નથી શાંતિ; અને નથી ચેન, પણ છે માત્ર સંતાપ!”


સિંહ ગર્જે છે અને વિકરાળ સિંહ ધૂરકે છે; પરંતુ જુવાન સિંહના દાંત તોડી નંખાય છે.


સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.


હું તે શું સમુદ્ર કે જલરાક્ષસ લિવયાથાન છું કે તમે મારા પર પહેરો મૂકો છો?


હે માનવજાતના ચોકીદાર, મેં પાપ કર્યું હોય તો એમાં મેં જ તમારું શું બગાડયું છે, કે તમે મને તમારા તાકવાનું નિશાન બનાવ્યો છે? શું હું જ તમારે માટે બોજારૂપ છું?


તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે.


છતાં તમે અમને કચડીને શિયાળવાંના જંગલમાં તજી દીધા છે; તમે ઘોર અંધકારથી અમને ઢાંકી દીધા છે.


અને તે મને આખો દિવસ ફટકાર્યા કરે છે.


તેમણે મારી ચામડી ઉખાડી નાખી છે, મારું માંસ બહાર ખેંચી કાઢયું છે અને મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.


જ્યારે તેમણે તને હાથમાં લીધો ત્યારે તું ભાંગી ગયો. તેં તેમના ખભાને ચીરી નાખ્યા અને જ્યારે તેમણે તારો ટેકો લીધો ત્યારે તેનાથી તેમની કમરો વળી ગઈ.


[આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરેચૂરા કરી નાખશે.]


મારો જીવ બચાવવા તેમણે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. ફક્ત હું જ નહિ પણ બિનયહૂદીઓની મંડળીઓ પણ તેમની આભારી છે.


Lean sinn:

Sanasan


Sanasan