Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે, અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દેવે મને દુષ્ટ લોકોને સોંપી દીધો છે; તેણે દુષ્ટ લોકોને મને ઇજા પહોંચાડવાની મંજૂરી આપી છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:11
17 Iomraidhean Croise  

જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?


લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.”


હું તો સુખચેનમાં હતો પણ તેમણે મારા ભૂક્કા બોલાવી દીધા છે; મારી ગરદનેથી પકડીને મને પછાડયો છે; હવે તેમણે મને તાકવાનું લક્ષ્ય બનાવ્યો છે.


ઈશ્વરની જેમ તમે પણ મને રીબાવો છો! મારું લોહી પીવા છતાં તમે ધરાતા નથી!


તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે.


શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. તેણે યોબના આખા શરીરમાં પગના તળિયેથી માથાના તાલકા સુધી પીડાદાયક ગૂમડાંનું દર્દ ઉપજાવ્યું.


“જીવંત ઈશ્વરના સોગંદ, તેમણે મારો હક્ક છીનવી લીધો છે, અને સર્વસમર્થે મારું દિલ દુભાવ્યું છે.


મારા ચુકાદાને શું તું નકામો ઠરાવીશ? પોતાને નેક ઠરાવવા શું તું મને દોષિત ઠરાવીશ?


જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય?


મારા શત્રુઓના હાથમાં મને સોંપી ન દો, કારણ, જૂઠા સાક્ષીઓ મારી વિરુદ્ધ ઊભા થયા છે અને તેઓ હિંસા આચરવા તત્પર છે.


તમે મને મારા શત્રુઓના હાથમાં સપડાવા દીધો નથી, અને તમે મારા પગને મુક્ત કરીને મને પૂરી મોકળાશ આપી છે.


જુઓ, દુષ્ટોને દુષ્ટતાનો ગર્ભ રહે છે, તેઓ ઉપદ્રવને ઉદરમાં ઉછેરે છે, અને જૂઠાણાંને જન્મ આપે છે!


પછી પિલાતે ઈસુને ક્રૂસે જડવા માટે તેમને સોંપ્યા. તેથી તેમણે ઈસુનો કબજો લીધો.


આમ, સમગ્ર માનવજાતને ઈશ્વરે નિરાધીનતાના બંધનમાં મૂક્યા છે; જેથી સમગ્ર માનવજાત પ્રત્યે તે દયા બતાવે.


મેં ઘણી અદ્‍ભુત બાબતો જોઈ હોવાથી હું ગર્વિષ્ઠ બની ન જાઉં, માટે શેતાનના સંદેશવાહક તરીકે કાર્ય કરતો એક દર્દજનક ક્ંટો મને મારા શરીરમાં આપવામાં આવ્યો હતો; જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતાં રોકે.


તું કેટલો ભલો છે તે તેં મને આજે કહી બતાવ્યું છે. કારણ, પ્રભુએ મને તારા હાથમાં સોંપ્યો હોવા છતાં તેં મને મારી નાખ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan