Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:10 - પવિત્ર બાઇબલ C.L.

10 લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે; મહેણાં મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. તેઓ મારા મોં પર તમાચો મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 લોકો મારી આજુબાજુ ટોળે વળી ગયા છે. તેઓ મારી મશ્કરી કરે છે અને મારા મોઢા પર તમાચો મારે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:10
22 Iomraidhean Croise  

પછી સંદેશવાહક સિદકિયાએ મિખાયા પાસે જઈને તેના મોં પર લપડાક મારીને પૂછયું, “પ્રભુના આત્માએ મારી પાસેથી નીકળીને તારી સાથે ક્યારે વાત કરી?”


ત્યારે સિદકિયા સંદેશવાહકે મિખાયા પાસે જઈને તેને ગાલ પર તમાચો મારી તેને પૂછયું, “પ્રભુનો આત્મા મારી પાસેથી તારી પાસે વાત કરવા ક્યારે આવી ગયો?”


ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.


મારે જમણે હાથે હુમલાખોરોની ટોળી ઊઠી છે, તેઓ મારા પગને આંટી મારી લથડાવે છે, અને મારા નાશના ઉપાયો કરે છે.


ફાડી ખાનાર અને ગર્જનાર સિંહની જેમ તેઓ પોતાનાં મોં મારી સામે વિક્સે છે.


વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.


હે પ્રભુ, ઊઠો, મારા ઈશ્વર, મને ઉગારો! તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કરો છો, અને દુષ્ટોના દાંત ભાંગી નાખો છો.


પરંતુ હું લથડી પડયો ત્યારે તેમણે ટોળે મળીને કિલકારીઓ કરી, તેઓ મારી આસપાસ ઠેકડી કરવા એકત્ર થયા; મારાથી અજાણ્યા લોકોએ મારા પર પ્રહાર કર્યા અને મને મારીમારીને મારી ચામડી ઊતરડી નાખી.


તેઓ મારી વિરુદ્ધ ઘાંટા પાડી પાડીને બોલે છે; તેઓ કહે છે, “આહા, આહા, તારું અધમ કામ અમે નજરોનજર જોયું છે.”


તેઓ ભેગા મળીને કાવતરું રચે છે અને સંતાઈ રહે છે; તેઓ મને શોધવા મારું પગેરું પકડે છે, તેઓ મારી હત્યા કરવાની રાહ જુએ છે.


તેઓ તો નેકજનો વિરુદ્ધ સંપ કરે છે, અને નિરપરાધીઓને મૃત્યુદંડ અપાવે છે.


મને ફટકારનારની આગળ મેં મારી પીઠ અને મારી દાઢી ફાંસી નાખનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનારા કે થૂંકનારાથી મેં મારું મોં છુપાવ્યું નથી.


તારા બધા દુશ્મનો તારી મોટેથી મશ્કરી કરે છે અને ધિક્કારે છે. તેઓ હોઠ દબાવીને અને દાંત પીસીને કહે છે, “અમે તેનો નાશ કર્યો છે. આ જ દિવસની અમે રાહ જોતા હતા. અમને એ દિવસ જોવા મળ્યો છે.”


આપણે મારનારને ગાલ ધરવો જોઈએ અને અપમાન સહી લેવાં જોઈએ.


હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.


પછી તેઓ તેમના મુખ પર થૂંક્યા અને તેમને માર માર્યો. તેમણે તેમને તમાચા માર્યા અને કહ્યું,


ઈસુએ એ કહ્યું ત્યારે ત્યાં ઊભેલા એક સંરક્ષકે તેમને તમાચો મારીને કહ્યું, “પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે!”


પ્રમુખ યજ્ઞકાર અનાન્યાએ પાઉલને થપ્પડ મારવા માટે તેની નજીક ઊભા રહેલાઓને હુકમ કર્યો.


કારણ, હકીક્તમાં તમારા પવિત્ર સેવક ઈસુ, જેમનો તમે મસીહ તરીકે અભિષેક કર્યો તેમની વિરુદ્ધ હેરોદ અને પોંતિયસ પિલાત આ શહેરમાં બિનયહૂદીઓ અને ઇઝરાયલીઓની સાથે ભળી ગયા.


તમને તો કોઈ હુકમ કરે, તમારો લાભ ઉઠાવે, તમને સકંજામાં લે, તમારા પ્રત્યે ઘૃણા દાખવે કે ગાલ પર તમાચો મારે, તો પણ તમે તેને સહન કરો છો.


Lean sinn:

Sanasan


Sanasan