Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 14:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “સ્ત્રીથી જન્મેલ પ્રત્યેક વ્યક્તિની આવરદા ટૂંકી અને સંકટથી ભરપૂર હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અને તે સંકટથી ભરપૂર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અયૂબે કહ્યું, “માણસ કેવો નિર્બળ છે, તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 14:1
20 Iomraidhean Croise  

તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે.


યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


એકાએક તેણે તેના પિતાને બૂમ પાડી, “મારું માથું, મારું માથું દુ:ખે છે!” પિતાએ એક નોકરને કહ્યું, “છોકરાને તેની મા પાસે લઈ જા.”


મારી જિંદગીના અલ્પ દિવસો પૂરા થવામાં છે માટે મારો કેડો મૂકો; થોડીવાર મને નિરાંત લેવા દો;


મનુષ્ય તે કોણ કે તે નિષ્કલંક હોઈ શકે? શું કોઈ સ્ત્રીજનિત નેક હોઈ શકે?


તો ઈશ્વર સમક્ષ કોઈ માણસ કેવી રીતે નિર્દોષ ઠરી શકે? કયો સ્ત્રીજન્ય તેમની દષ્ટિમાં વિશુદ્ધ સાબિત થાય?


ઈશ્વરની દષ્ટિમાં તો ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તારાઓ પણ નિર્મળ નથી.


પરંતુ જેમ અગ્નિના તણખા ઊડીને ઊંચે જ જાય છે, તેમ માનવી પણ સંકટને માટે સરજાયો છે.


“માણસનું પૃથ્વી પરનું જીવન સતત સંઘર્ષનું નથી? શું એના દિવસો મજૂરના દિવસો જેવા નથી?


વણકરના કાંટલા કરતાં ય મારા દિવસો વધુ ઝડપથી પસાર થાય છે, અને કોઈ પણ આશા વિના તેમનો અંત આવે છે.


એમાંથી જરૂર તને કંઈક શીખવાનું મળશે; એમનાં કથનો એમની કોઠાસૂઝ બતાવશે. કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી; અને પૃથ્વી પરનું આપણું આયુષ્ય છાયા જેવું છે.


મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.


તમે મારા આયુષ્યના દિવસો વેંત જેટલા ટૂંકા કર્યા છે; તમારી દષ્ટિમાં મારું આયુષ્ય શૂન્ય જેવું છે; સાચે જ પ્રત્યેક મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ)


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું.


મારું આયુષ્ય કેટલું અલ્પ છે તે સંભારો; તમે માનવજાતને મર્ત્ય સર્જી છે તે યાદ કરો.


તેથી મને જિંદગી પ્રત્યે ધૃણા ઊપજી. કારણ, આ પૃથ્વી ઉપર જે કામો કરવામાં આવે છે તે મને દુ:ખદાયક થઈ પડયાં છે. બધું જ મિથ્યા છે, હવામાં બાચકા ભરવા સમાન છે.


કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે.


માત્ર કષ્ટ અને વેદના ભોગવવા તથા લજ્જિત થઈને મારા દિવસો પસાર કરવા માટે જ હું ગર્ભસ્થાનમાંથી બહાર કેમ આવ્યો?


હું સાચે જ કહું છું; દુનિયામાં થઈ ગયેલા બધા માણસો કરતાં બાપ્તિસ્મા કરનાર યોહાન મહાન છે, પણ ઈશ્વરના રાજમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે.


Lean sinn:

Sanasan


Sanasan