Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પણ તમે જુઠાણાંને ઓપ ચડાવો છો. તમે બધા જ ઊંટવૈદ જેવા છો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ તમે જૂઠી વાતો જોડી કાઢનારા છો, તમે બધા ઊંટવૈદ છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:4
23 Iomraidhean Croise  

મેં તેને જવાબ મોકલાવ્યો, “તું જે કહે છે તેમાં કંઈ તથ્ય નથી. એ તો તારી ઉપજાવી કાઢેલી વાત છે.”


“મેં આવી વાતો ઘણીવાર સાંભળી છે. તમારો દિલાસો તો ત્રાસદાયક છે!


સાચે જ તમે બધાએ ઈશ્વરનું કાર્ય નિહાળ્યું છે, છતાં તમે વાહિયાત વાત કેમ કરો છો?”


પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે.


તેમણે તેમના પર આધાર રાખ્યો, તેથી લજ્જિત થયા અને તેઓ તેમની પાસે પહોંચીને ભોંઠા પડે છે.


હવે તમે પણ મારે માટે એવા બન્યા છો. મારો ભયંકર ચિતાર જોઈને તમે ગભરાઈ જાઓ છો.


ગર્વિષ્ઠો મારા પર જૂઠાં આળ મૂકે છે. પરંતુ હું સંપૂર્ણ દયથી તમારા આદેશો પાળું છું.


“તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો.


પોતાનાં ખોટાં સ્વપ્નો પ્રગટ કરનાર તથા જૂઠાણાં અને બડાઇ હાંકી મારા લોકને ગેરમાર્ગે દોરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું. મેં તેમને કદીયે મોકલ્યા નથી કે તેમને નીમ્યા નથી. તેઓ આ લોકોને કોઈ રીતે લાભદાયી નથી. હું પ્રભુ પોતે આ કહું છું.”


તમારો પક્ષ લેનાર કોઈ નથી, તમારા ઘા માટે કોઈ અક્સીર દવા નથી, એને રુઝ આવવાની કોઈ આશા નથી.


હે ઇજિપ્તના લોકો, ગિલ્યાદ જઈને વિકળાના વૃક્ષનો લેપ લઈ આવો; તમે ઘણી ઘણી ઔષધિઓનો ઉપચાર કરશો, પણ તમારો ઘા રૂઝાવાનો નથી.


જ્યારે હકીક્તમાં કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો,’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રૂઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે.


શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી?


તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો.


“જ્યારે એફ્રાઈમને પોતાની બીમારીની ખબર પડી અને યહૂદિયાએ પોતાના જખમ જોયા, ત્યારે એફ્રાઈમ મદદ માટે આશ્શૂરના સમ્રાટ પાસે ગયો; પણ તે તેમને સાજા કરી શકયો નહિ કે ન તો તેમના જખમ રૂઝવી શકયો.


ઈસુએ એ સાંભળીને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી; પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે. હું નેકીવાન ગણાતા લોકોને નહિ, પણ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓને આમંત્રણ આપવા આવ્યો છું.”


જોકે ઘણા વૈદોએ તેની સારવાર કરી હતી અને તેણે પોતાના બધા પૈસા ખર્ચી નાખ્યા હતા; પણ સારું થવાને બદલે તેની હાલત વધારે અને વધારે બગડતી જતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan