Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ મારી દાદ તો સર્વસમર્થ સામે છે, તમારી સામે નહિ! ઈશ્વરની સામે જ મારે મારા દાવાની દલીલો રજૂ કરવી છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 નિશ્ચે સર્વશક્તિમાનની સાથે બોલવા હું ઇચ્છું છું, અને ઈશ્વરની સાથે વાદ કરવા હું માગું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ મારે સર્વ સમર્થ દેવ સાથે મોઢાંમોઢ વાત કરવી છે. મારે એમની સાથે વિવાદ કરવો છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:3
14 Iomraidhean Croise  

પરંતુ જો ઈશ્વર પોતે જ બોલે, અને તારી વિરુદ્ધ તેમનું મુખ ઉઘાડે તો કેવું સારું!


અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


પછી મને પડકરો એટલે હું જવાબ આપીશ; પહેલાં મને બોલવા દો, પછી તમે પ્રત્યુત્તર આપો.


કોઈ મારી દાદ સાંભળે તો કેવું સારું! આ મારી આખરી અરજ છે; સર્વસમર્થ મને ઉત્તર આપો! મારો પ્રતિવાદી મારા પરનું આરોપનામું લખીને આપે તો કેવું સારું!


“સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?”


જો હું તારી જગ્યાએ હોઉં તો ઈશ્વરને શરણે જાઉં અને તેમને જ મારો મુકદમો સોંપી દઉં.


જો કોઈ તેમની સાથે વિવાદ કરવા ચાહે તો તેમના હજારમાંથી એકપણ પ્રશ્ર્નનો ઉત્તર કોણ આપી શકે?


પ્રભુ, યાકોબનો રાજા, આ પ્રમાણે કહે છે: “હે પ્રજાઓના દેવો, તમારો દાવો રજૂ કરો.”


હે પર્વતો, હે પૃથ્વીના અવિચળ પાયાઓ, પ્રભુની દલીલ સાંભળો. પ્રભુને પોતાના લોકની વિરુદ્ધ ફરિયાદ છે. તે ઇઝરાયલ પર આરોપ મૂકવાના છે.


Lean sinn:

Sanasan


Sanasan