Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તમારાં સૂત્રો રાખ જેવાં નકામાં છે, અને તમારી બચાવની દલીલો માટીના કિલ્લા જેવી તકલાદી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમારી [મશહૂર] કહાણીઓ રાખ જેવી છે; તમારી દલીલો માટીના કિલ્લાઓ જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે અને તમારી બધી દલીલો કોઇ કામની નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:12
16 Iomraidhean Croise  

અબ્રાહામ ફરીથી બોલ્યો, “હું તો ધૂળ અને રાખ સમાન છું,


પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.


શું તેમના દૈવી પ્રતાપનો તમને ડર નહિ લાગે? શું તેમનો આંતક તમારા પર નહિ ઊતરે?


ચૂપ રહો, મને બોલી લેવા દો. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય!


દુનિયામાંથી તેની યાદગીરી નષ્ટ થઈ છે, અને શેરીમાં તેનું નામનિશાન રહ્યું નથી.


તેથી મિથ્યા બકવાસથી તમે મને શું સાંત્વન આપવાના! તમારા પ્રત્યુત્તરોમાં જૂઠ સિવાય બીજું કશું નથી.”


યોબે ફરીથી પોતાનો સંવાદ જારી રાખતાં કહ્યું:


યોબે ફરીથી પોતાનો સંવાદ જારી રાખતાં કહ્યું;


તો જેનો પાયો ધૂળમાં છે એવી માટીની મઢૂલી જેવા શરીરમાં વસતો માનવી, જે પતંગિયાની પેઠે કચડાઈ જાય છે, તેની શી વિસાત?


હે પ્રભુ, તમે સર્વદા રાજ્યાસન પર બિરાજમાન છો, તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.


તેનાં પાપો નિત્ય પ્રભુની સમક્ષ રહો; પરંતુ તેનું નામનિશાન પૃથ્વી પરથી નષ્ટ થાઓ.


પરંતુ પ્રભુ દુરાચારીઓની વિરુદ્ધ છે, અને તે પૃથ્વી પરથી તેમનું સ્મરણમાત્ર ભૂંસી નાખે છે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.”


નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.


હવે તો તેઓ મરી પરવાર્યા છે અને ફરી કદી જીવતા થવાના નથી. તેમના ગયેલા જીવ પાછા આવતા નથી; કારણ, તમે તેમને શિક્ષા કરી છે; તેમનો નાશ કર્યો છે. તમે તેમનું સ્મરણ માત્ર નાબૂદ કર્યું છે.


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


Lean sinn:

Sanasan


Sanasan