Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:6 - પવિત્ર બાઇબલ C.L.

6 લૂંટારાઓના તંબૂમાં આબાદી હોય છે; ઈશ્વરને ચીડવનારા અને તેમને પોતાની હથેલીમાં રાખવાનો દાવો કરનારા સલામતીમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે. તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો દેવ છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:6
17 Iomraidhean Croise  

સુખચેનમાં રહેનારા લોકો આપત્તિમાં આવી પડનારનો તિરસ્કાર કરે છે, એટલે દુર્દશામાં પડનારનો ઉપહાસ કરે છે.


પરંતુ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે; આકાશનાં પક્ષીઓ તમને કહી બતાવશે.


તું ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે થાય છે, અને તારા મુખમાંથી નિંદાકારક શબ્દો નીકળે છે.


પરંતુ ઈશ્વરે જ તેમનાં ઘર સારાં વાનાથી ભરી દીધાં હતાં; દુષ્ટો માટેના એ ઈરાદા મને સમજાતા નથી.


ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.


જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય?


હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


દુષ્ટો ફાવી જાય તેને લીધે તું ખીજવાઈશ નહિ, અને અનીતિ આચરનારાઓની ઈર્ષા કરીશ નહિ.


મેં એક જુલમી દુષ્ટને આતંક ફેલાવતાં જોયો; તે લબાનોનના વિશાળ વૃક્ષની જેમ બીજાઓ પર દમામ મારતો હતો.


કારણ, મેં દુષ્ટ લોકોની આબાદી નિહાળી અને તે ઘમંડી લોકો પર મને ઈર્ષા થઈ આવી.


દુષ્ટ માણસો ભલે ઘાસની જેમ વધે, અને સર્વ ભ્રષ્ટાચારીઓ ભલે આબાદ બને; છતાં તેઓ સદાને માટે નાશ પામશે.


હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?


જેમ શિકારીનું પાંજરું પક્ષીઓથી ભરાઈ જાય તેમ તેમનાં ઘરો લૂંટેલા માલથી ભરેલાં છે. તેથી જ તેઓ વગદાર અને શ્રીમંત બન્યા છે.


તેઓ જાડા અને ષ્ટપુષ્ટ બન્યા છે. વળી, તેમના ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. તેઓ અનાથોને તેમનો હક્ક આપતા નથી અને છતાં આબાદ થાય છે; તેઓ જુલમપીડિતોના દાવાનો યોગ્ય ન્યાય આપતા નથી.


પછી તેઓ પવન વેગે આગળ જતા રહે છે. તેઓ પોતાના બળને જ પોતાનો ઈશ્વર માને છે અને એમ ગુનેગાર ઠરે છે.


Lean sinn:

Sanasan


Sanasan