Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એક સમયે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા હતા, પણ અત્યારે હું મારા મિત્રોની દષ્ટિમાં પણ હાંસીપાત્ર બન્યો છું; અને હું નેક અને નિર્દોષ માણસ હોવા છતાં મારી મજાક ઉડાવાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જેણે ઈશ્વરની પ્રાર્થના કરી, અને જેને ઈશ્ચરે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; એટલે ન્યાયી, સંપૂર્ણ માણસ હાંસીપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિર્દોષ છું છતાં તેઓ હસે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:4
26 Iomraidhean Croise  

યોબ, તારો બડબડાટ શું માણસોને ચૂપ કરી દેશે? તું મજાક કરે તો ય તને ઠપકો ન મળે?


સુખચેનમાં રહેનારા લોકો આપત્તિમાં આવી પડનારનો તિરસ્કાર કરે છે, એટલે દુર્દશામાં પડનારનો ઉપહાસ કરે છે.


જુઓ, મેં મારો દાવો રજૂ કર્યો છે; મને ખાતરી છે કે હું નિર્દોષ જાહેર કરાઈશ.


લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.”


તે ઈશ્વર સમક્ષ મારા વિચારો સમજાવે છે, તેને માટે મારી આંખો ઝૂરે છે.


મારી આસપાસ માત્ર મજાક કરનારા છે, મારી આંખો તેમની ખીજવણી પર સતત મંડાયેલી છે.


લોકોમાં હું કહેવતરૂપ થઈ પડયો છું; સૌ જેની સામે થૂંકે એવો હું તિરસ્કારપાત્ર થઈ પડયો છું.


મારું આટલું સહન કરો અને મને બોલવા દો; હું બોલવાનું પૂરું કરું પછી મારી મજાક કરવી હોય તો કરજો.


“પરંતુ હવે તો જેમના પિતાઓને હું ઘેટાંના ટોળાં સાચવનાર કૂતરા જેવા ઊતરતી કક્ષાના ગણતો તેવા વયમાં મારાથી નાના મારી ઠેકડી ઉડાવે છે.


પરંતુ હવે તેઓ મારી મજાકનાં ગીતો ગાય છે અને હું તેમને માટે કહેણીરૂપ બન્યો છું.


આ યોબ જેવો તો કોઈ માણસ હશે? તે પાણીની જેમ ઈશ્વરનિંદા ઘટઘટાવે છે!


બસ, હવે અન્યાય કરશો નહિ. હવે બહુ થયું. કારણ, મારો દાવો વાજબી છે.


હું નિર્દોષ છું. હવે મને મારી જાતની દરકાર નથી. કારણ, આ જિંદગીથી હું ત્રાસી ગયો છું.


ઈશ્વરનિંદકોની જેમ મારી ઠેકડી ઉડાડનારા મને ઘેરી વળ્યા છે અને ગુસ્સામાં પોતાના દાંત મારી સામે પીસે છે.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર પ્રામાણિક આચરણ કરે છે; પણ ઈશ્વરની અવજ્ઞા કરનાર દુષ્ટ આચરણ કરે છે.


હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે.


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


પણ હું તો પ્રભુ તરફ તાકી રહીશ અને મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની વાટ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે.


કાંટાની ડાળીઓમાંથી મુગટ ગૂંથીને તેમના માથા પર મૂકાયો. તેમના જમણા હાથમાં લાકડી આપી અને તેમની આગળ ધૂંટણે પડીને તેમની મશ્કરી કરી.


ત્યારે તેમણે કહ્યું, બધા બહાર નીકળી જાઓ. છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.


પણ બધાએ ઈસુને હસી કાઢયા. તેથી તેમણે બધાને બહાર કાઢી મૂક્યા અને છોકરીનાં માતાપિતા અને પોતાના ત્રણ શિષ્યોને લઈને છોકરી જ્યાં સૂતી હતી તે ઓરડીમાં ગયા.


આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા.


મરણમાંથી સજીવન થવા અંગે પાઉલને બોલતો સાંભળીને કેટલાકે તેની મશ્કરી ઉડાવી. પણ કેટલાકે કહ્યું, “આ અંગે ફરીથી અમે તારી પાસેથી સાંભળવા માગીએ છીએ.”


કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan