Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 11:7 - પવિત્ર બાઇબલ C.L.

7 શું તમે ઈશ્વરનાં રહસ્યોનો તાગ કાઢી શકો? શું સર્વસમર્થનો પાર પામી શકો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શું તું શોધ કરવાથી ઈશ્વર [ના મર્મો] નો પત્તો મેળવી શકે? શું શોધી શોધીને સર્વશક્તિમાનનો પાર તું પામી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે? શું તું યોગ્ય રીતે સર્વશક્તિમાનને સમજી શકે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે? તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 11:7
23 Iomraidhean Croise  

શું ઈશ્વર સ્વર્ગમાં સર્વોચ્ચ સ્થાને બિરાજેલા નથી? તે ઉપરથી તારાઓને જુએ છે; અને તારા યે કેટલા ઊંચા છે!


પરંતુ આ તો તેમનાં પરાક્રમની ઝલક માત્ર છે; આપણે તો એનો મંદ રણકાર જ સાંભળીએ છીએ, પણ તેમના સામર્થ્યની ગર્જના કોણ જીરવી શકે?”


હું તમને ઈશ્વરના સામર્થ્ય વિષે શીખવીશ, સર્વસમર્થની યોજના હું તમારાથી છુપાવીશ નહિ.


યોબ, મને કહેવા દે કે તારી વાત વાજબી નથી; ઈશ્વર માનવ કરતાં મહાન છે.


ઈશ્વર તારા એકેએક પ્રશ્ર્નનો ઉત્તર આપતા નથી, એવું કહીને તું શા માટે તેમની સાથે વિવાદ કરે છે?


નજર ઊંચી કરીને આકાશ તરફ જો; તારી ઉપરનાં વાદળો કેટલાં બધાં ઊંચાં છે!


સાચે જ ઈશ્વર મહાન છે, પણ આપણે તેમનો પાર પામી શક્તા નથી, અને તેમનાં વર્ષોની સંખ્યા અગમ્ય છે.


સર્વસમર્થ તો મહા પરાક્રમી છે; આપણે તેમનો પાર પામી શક્તા નથી. તેમની પાસે અદલ ઈન્સાફ અને નેકી છે અને તે જુલમ કરતા નથી.


ઈશ્વરનો અવાજ અદ્‍ભુત રીતે ગર્જે છે, અને આપણે સમજી ન શકીએ એવાં મહાન કાર્યો કરે છે.


‘અબુધપણામાં મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે?’ એવું તમે જે પૂછયું તે સાચું છે. કારણ, તેથી તો હું સમજતો નહોતો તેવી બાબતો વિષે બોલ્યો; એ બાબતો એવી અદ્‍ભુત છે કે હું તે સમજી શક્યો નહિ.


ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.


મારા વિષેનું તમારું આ જ્ઞાન અતિ આશ્ર્વર્યજનક છે; તે અતિ ઉચ્ચ છે અને મારી સમજની બહાર છે.


પ્રભુ મહાન છે અને અત્યંત સ્તુતિપાત્ર છે; તેમનું મહાત્મ્ય અગમ્ય છે.


તમે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો; તમે મહાજળ પસાર કર્યું, પરંતુ તમારાં પગલાં જોઈ શક્યાં નહિ.


કોણ સ્વર્ગમાં ચડીને પાછું નીચે ઊતર્યું છે? કોણે પવનને કદી પોતાની મુઠ્ઠીમાં પકડયો છે? કોણે મહાસાગરને વસ્ત્રમાં બાંધ્યો છે? કોણે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપી છે? તેમનું નામ શું? અને તેમના પુત્રનું નામ શું? સાચે જ તને તો ખબર હશે!


જીવનનું રહસ્ય કોણ પામી શકે? તે આપણે માટે અતિગહન અને સમજવા માટે અતિ મુશ્કેલ છે.


શું તને ખબર નથી? શું તેં સાંભળ્યું નથી? પ્રભુ તો સનાતન ઈશ્વર છે. તે જ સમસ્ત દુનિયાના સર્જનહાર છે. તે કદી નિર્ગત થતા નથી કે થાક્તા નથી. તેમની સમજણ અગમ્ય છે.


મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.


અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે?


પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને માર્મિક સત્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સહિત તેમની સર્વ વાતો જાણે છે.


“પ્રભુના મનને કોણ જાણે છે? કોણ પ્રભુને સલાહ આપવા સમર્થ છે?” જોકે અમે તો ખ્રિસ્તનું મન જાણીએ છીએ.


ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;


Lean sinn:

Sanasan


Sanasan