Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 11:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ત્યારે તો તારી વિપત્તિ ભૂલાઈ જશે; ઓસરી ગયેલા પૂરની જેમ જ તેની યાદ માત્ર રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે તું તારું દુ:ખ વીસરી જશે, વહી ગયેલા પાણીની જેમ તે તને યાદ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તું તારું દુ:ખ ભૂલી જશે; અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 વહી ગયેલા પાણીની જેમ તું તારું દુ:ખ ભૂલી જઇશ. અને તારા દુ:ખો ભૂતકાળ બની જશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 11:16
12 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ દુ:ખો અને મારા પિતાનું ઘર વિસરાવ્યાં છે.” તેથી તેણે તેના પ્રથમ પુત્રનું નામ મનાશ્શા (વિસ્મરણદાયક) પાડયું.


હું મારો કરાર સ્થાપિત કરું છું કે હવે પછી જળપ્રલય દ્વારા કદી પણ બધા સજીવોનો નાશ થશે નહિ અને ફરી કદી જળપ્રલયથી પૃથ્વીનો વિનાશ થશે નહિ.”


જેમાં થઈને જોઈ ન શકાય એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણી તારા પર ફરી વળ્યાં છે.


પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે.


તેઓ ભલે પીને પોતાની ગરીબી ભૂલી જાય, અને તેમને પોતાના દુ:ખનું વિસ્મરણ થાય.


પોતાનું આયુષ્ય કેટલુ અલ્પ છે તેની તે ચિંતા કરશે નહિ, કારણ, ઈશ્વરે તેના અંત:કરણને આનંદથી ભર્યું હશે.


તું બીશ નહિ; તું ફરી લજ્જિત થવાની નથી. તું ગભરાઈશ નહિ; તું ફજેત થવાની નથી. તું તારા યૌવનનું લાંછન ભૂલી જશે, અને તને તારા વૈધવ્યનું કલંક ફરી યાદ આવશે નહિ.


“મારે મન તો એ નૂહના સમયના જળપ્રલય જેવું છે. ત્યારે મેં પૃથ્વી પર ફરીથી જળપ્રલય નહિ લાવવાના સમ ખાધા હતા. હવે એ જ પ્રમાણે હું તારા પર ફરી રોષે ભરાઈશ નહિ. હું તને ધમકાવીશ નહિ કે શિક્ષા કરીશ નહિ.


દેશમાં કોઈ આશિષની માગણી કરે તો તે સત્ય ઈશ્વરને નામે માગશે; વળી, દેશમાં કોઈ સમ ખાય તો તે સત્ય ઈશ્વરને નામે સમ ખાશે. કારણ, ભૂતકાળની વિપત્તિઓ વીસરાઈ જશે; તેઓ મારી આંખો આગળથી અદશ્ય થઈ જશે.


પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે; કારણ, દુ:ખ સહન કરવાનો સમય આવી લાગ્યો છે; પણ બાળકના જન્મ પછી તે દુ:ખ ભૂલી જાય છે; કારણ, એક બાળક દુનિયામાં જન્મ્યું તેનો તેને આનંદ હોય છે.


Lean sinn:

Sanasan


Sanasan