Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જુલમ કરવો, તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે? એવું લાગે છે તમે જે સર્જન કર્યુ છે તેની તમને કાળજી નથી. અથવા તો કદાચ તમે દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 10:3
27 Iomraidhean Croise  

તમારા જ હાથોએ મને ઘડયો છે; તમે જ મને સર્જ્યો છે; હવે એ જ હાથે મારો વિનાશ પણ કરશો?


પછી તમે મને હાંક મારશો, એટલે હું પ્રત્યુત્તર આપીશ; તમને ય તમારી આ કૃતિને જોવાની ઝંખના થશે.


તું ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે થાય છે, અને તારા મુખમાંથી નિંદાકારક શબ્દો નીકળે છે.


ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.


તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે.


તેમની આબાદી શું તેમના પોતાના જ હાથમાં નથી? દુષ્ટો માટેના આવા ઈરાદા મને સમજાતા નથી.


પરંતુ ઈશ્વરે જ તેમનાં ઘર સારાં વાનાથી ભરી દીધાં હતાં; દુષ્ટો માટેના એ ઈરાદા મને સમજાતા નથી.


“જીવંત ઈશ્વરના સોગંદ, તેમણે મારો હક્ક છીનવી લીધો છે, અને સર્વસમર્થે મારું દિલ દુભાવ્યું છે.


તમે મારી સાથે નિર્દયતાથી વર્તો છો, તમારા બાહુબળથી તમે મને સંતાપો છો.


મને ઉદરમાં ઘડનારે શું એ દાસદાસીઓને પણ ઘડયાં નથી? અને એક જ ઈશ્વરે અમને ગર્ભસ્થાનમાં ઉછેર્યાં નથી.


ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે, અને સર્વસમર્થના શ્વાસે મને જીવન બક્ષ્યું છે.


“સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?”


મારા ચુકાદાને શું તું નકામો ઠરાવીશ? પોતાને નેક ઠરાવવા શું તું મને દોષિત ઠરાવીશ?


પણ ઈશ્વર કદી નિર્દોષ વ્યક્તિનો ત્યાગ કરશે નહિ, કે દુષ્ટોનો હાથ પકડશે નહિ.


એ બધું એકનું એક છે, તેથી હું બોલી ઊઠું છું: ‘ઈશ્વર નિર્દોષ કે અપરાધી સૌનો નાશ કરે છે!’


જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય?


એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ.


પ્રભુ મારે માટેનો તેમનો હેતુ પૂર્ણ કરશે. હે પ્રભુ, તમારો પ્રેમ સાર્વકાલિક છે. તમારા હાથની કૃતિનો ત્યાગ કરશો નહિ.


પ્રભુ ગરીબોનું સાંભળે છે, અને કેદમાં પડેલા પોતાના લોકોને વીસરી જતા નથી.


પણ હે પ્રભુ, તમે હવે અમારા પિતા છો. અમે માટી અને તમે અમારા કુંભાર છો. અમે સૌ તમારા જ હાથની કૃતિ છીએ.


તેથી, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સહન કરનારાઓએ તેમનાં સારાં કાર્યોથી પોતાનું વચન હંમેશાં પાળનાર તેમના ઉત્પન્‍નર્ક્તા પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan