Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:22 - પવિત્ર બાઇબલ C.L.

22 આ બધી વિપત્તિમાં યોબે ઈશ્વર પર દોષ મૂકવાનું પાપ કર્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 એ બધામાં અયૂબે પાપ કર્યું નહિ, અને ઈશ્વરને દોષ આપ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ. અને ઈશ્વરને મૂર્ખપણે દોષ આપ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:22
11 Iomraidhean Croise  

ફરી એકવાર સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા અને શેતાન પણ તેમની સાથે આવ્યો.


યોબે તેને કહ્યુ: “તું તો કોઈ નાદાન સ્ત્રીની જેમ બોલે છે! શું ઈશ્વર પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ. અને દુ:ખ ન સ્વીકારીએ?” એવી વિપત્તિમાં પણ યોબે પોતાના મુખે પાપ કર્યું નહિ.


તેથી હે સમજુ માણસો, મારી વાત સાંભળો; ‘ઈશ્વર દુષ્ટતા આચરે કે સર્વસમર્થ ખોટું કરે,’ એવું કથન તો અઘોર ઈશ્વરનિંદા કહેવાય.


પૃથ્વી પર એક બીજી વ્યર્થતા પણ છે. દુરાચારીને થવી જોઈતી સજા સદાચારીને થાય છે અને સદાચારીને મળવો જોઈતો પુરસ્કાર દુરાચારીને મળે છે.


એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”


મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


તમારી સહનશક્તિ ખૂટી ન જાય પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો, જેથી તમે પરિપકવ અને પરિપૂર્ણ બનો અને તમારામાં કંઈ ઊણપ રહે નહિ.


આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


Lean sinn:

Sanasan


Sanasan