Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તે બોલતો હતો ત્યાં તો ચોથાએ આવીને કહ્યું: “તમારા પુત્રો અને પુત્રીઓ સૌથી મોટા ભાઈના ઘરમાં ભોજન લેતાં હતાં અને દ્રાક્ષાસવ પીતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે હજી તો કહેતો હતો એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, “તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, “તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તેઓના મોટાભાઇના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:18
17 Iomraidhean Croise  

આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.”


એક દિવસ યોબનાં પુત્રપુત્રીઓ તેમના સૌથી મોટા ભાઈને ત્યાં ભોજન લેતાં હતાં અને દ્રાક્ષાસવ પીતાં હતાં.


તે બોલતો હતો ત્યાં તો ત્રીજાએ આવીને કહ્યું: “ક્સ્દી લોકોની ત્રણ ટોળીઓએ હુમલો કરીને ઊંટોને લઈ ગયા છે, અને બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


ત્યારે રણમાંથી ભારે આંધી ધસી આવી અને ઘરના ચારે ખૂણા પર વીંઝાતાં તેની અંદરના બધાં જુવાન સંતાનો પર તે તૂટી પડયું, અને તેઓ માર્યા ગયાં છે; માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


તેના પુત્રો પોતપોતાને ઘેર વારાફરતી મિજબાની ગોઠવતા અને પોતાની ત્રણ બહેનોને પણ પોતાની સાથે ભોજન માટે નિમંત્રણ આપતા.


તેમણે મને વીંધી વીંધીને ચાળણી જેવો બનાવી દીધો છે; ઝનૂની બનેલા યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે.


“આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.


દુર્જનોની સંતતિ વધે તો પણ તે તલવારથી માર્યા જશે, અને તેમનાં સંતાનોને પેટભર ભોજન પણ મળશે નહિ.


તારાં સંતાનોએ ઈશ્વર વિરૂદ્ધ પાપ કર્યું હશે, અને તેથી જ ઈશ્વરે તેમને તેમના અપરાધોની સજા કરી.


નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે.


સદાચારી અને દુરાચારી, ભલા અને ભૂંડા, શુદ્ધ અને અશુદ્ધ, યજ્ઞ કરનાર અને ન કરનાર સૌનું ભાવિ એક જ છે. જેવી સજ્જનની તેવી જ દુર્જનની હાલત થાય છે. સોગન ખાનાર અને સોગનથી ડરનાર બન્‍નેનું ભાવિ એક જ છે.


તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.


એક પછી એક સંદેશક અને એક પછી એક દોડવીર બેબિલોનના રાજા પાસે પહોંચીને સમાચાર આપે છે કે તેનું નગર પૂરેપૂરું જીતી લેવાયું છે.


માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે.


Lean sinn:

Sanasan


Sanasan