Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 શું તમે તેનું, તેના કુટુંબનું અને તેની સર્વ સંપત્તિનું ચોતરફથી જાણે કે વાડ બાંધીને રક્ષણ કરતા નથી? તેના દરેક કાર્યને તમે આશિષ દો છો; અને તેની પશુસંપત્તિ દેશમાં વિસ્તારી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શું તમે તેનું, તેના ઘરનું તથા તેન સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:10
29 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી.


હું તમારી પાસે આવ્યો તે પહેલાં તમારી પાસે થોડાં જ ઢોર હતાં, પણ હવે તેમાં ધરખમ વધારો થયો છે. જ્યાં જ્યાં મારાં પગલાં પડયાં ત્યાં ત્યાં પ્રભુએ તમને આશિષ બક્ષી છે. પણ હું મારા પોતાના કુટુંબની જોગવાઈ ક્યારે કરીશ?”


આમ, એ માણસ ખૂબ સમૃદ્ધ બની ગયો, અને તેની પાસે ઘેટાંબકરાંનાં મોટાં ટોળાં, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં હતાં.


તેણે એ રીતે પોતાના ઘરકુટુંબને અને પોતાની સઘળી માલમિલક્તને યોસેફની દેખરેખ નીચે મૂક્યાં તે સમયથી માંડીને પ્રભુએ યોસેફને લીધે એ ઇજિપ્તીના ઘરકુટુંબને આશિષ આપી. તેના ઘરમાં તેમ જ ખેતરમાં જે કંઈ હતું તે બધામાં પ્રભુએ આશિષ આપી.


તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.


“જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ લેતા હતા એ પ્રથમના સમયમાં હું જેવો હતો તેવો ફરીથી બની જાઉં તો કેવું સારું!


મારાં પગથિયાં જાણે દૂધે ધોવાતાં અને ખડકોમાંથી તેલની ધારાઓ વહેતી.


મારી પાસે અઢળક ધનદોલત હોવાને લીધે, તથા મારા હાથની કમાણીને લીધે હું તેમાં રાચ્યો હોઉં;


પ્રભુએ યોબને તેની આગલી અવસ્થાના કરતાં તેની પાછળની અવસ્થામાં વિશેષ આશીર્વાદ આપ્યો. હવે તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બળદની એક હજાર જોડ અને હજાર ગધેડીઓ થયાં.


ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી.


પ્રભુના ભક્તોની આસપાસ તેમનો દૂત ચોકી કરે છે અને તેમને જોખમમાંથી ઉગારે છે.


હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે.


તમે મને હજુ વધુ માનવંત બનાવશો, અને તમે મને પુન: સાંત્વન આપશો.


તો પછી તમે તેની આસપાસની વાડ કેમ તોડી નાખી છે કે, જેથી કોઈ પણ રાહદારી તેની દ્રાક્ષ ચૂંટી લે?


હે પ્રભુ, તમારી ભલાઈ અમારા પર ઊતરો! અમારા હાથનાં કાર્યો અમારે માટે સ્થાપન કરો; હા, અમારે માટે અમારા હાથનાં કાર્યો સ્થાપન કરો.


પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી.


તેણે તેને ખોદીને તેમાંથી પથ્થરો વીણી કાઢયા અને તેમાં ઉત્તમોત્તમ દ્રાક્ષવેલા રોપ્યા. તેમાં તેણે ચોકીનો બુરજ બાંધ્યો અને દ્રાક્ષ પીલવાને માટે કુંડ ખોદયો. પછી તે મીઠી દ્રાક્ષની રાહ જોવા લાગ્યો, પણ ખાટી દ્રાક્ષ ઊપજી!


“તો હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરીશ તે સાંભળો: હું તેની વાડ કાઢી નાખીશ. અને તેની રક્ષણની દીવાલ તોડી પાડીશ એટલે જંગલી પ્રાણીઓ તેને ભેલાડી દેશે અને તેને ખૂંદી નાખશે.


પ્રભુએ વચન આપ્યું છે કે તે પોતે શહેરની ફરતે અગ્નિકોટ બનીને તેનું રક્ષણ કરશે અને તે પોતાના પૂરા મહિમામાં ત્યાં રહેશે.”


કારણ, જે તમારા પર પ્રહાર કરે છે તે જાણે મારી આંખની કીકી પર પ્રહાર કરે છે.” તેથી સર્વસમર્થ પ્રભુએ તેમના લોકોને કચડી નાખનાર પ્રજાઓ પાસે મને આ સંદેશો લઈને મોકલ્યો;


હે પ્રભુ, તેમની સંપત્તિને આશિષ આપો અને તેમના સેવાકાર્યનો સ્વીકાર કરો. તમે તેમના શત્રુઓની કમર તોડી નાખો, કે તેઓ ફરી ઊઠવા ન પામે.”


સાર્વકાલિક ઈશ્વર તમારું નિવાસસ્થાન છે અને તમારી નીચે તમને ધરી રાખનાર સનાતન ભૂજો છે. તમે જેમ જેમ આગેકૂચ કરી તેમ તેમ તેમણે તમારા શત્રુઓને નસાડયા, અને તમને તેમનો નાશ કરવાનું કહ્યું.


તે તમારા પર પ્રેમ રાખશે, ને તમને આશીર્વાદ આપશે અને તમારી વંશવૃધિ કરશે અને તમારી સંતતિ વધારશે. તે તમારાં ખેતરો પર આશિષ આપશે; તેથી તમારી પાસે વિપુલ ધાન્ય, દ્રાક્ષાસવ તથા ઓલિવ તેલ હશે. વળી, તે તમને આશિષ આપશે; તેથી તમારી પાસે ઘણાં ઢોર અને ઘેટાંબકરાં થશે. તમને જે દેશ આપવાના તમારા પૂર્વજો સાથે શપથ લીધા હતા તેમાં ઈશ્વર તમને આ બધી આશિષો આપશે.


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


અમે આપણા ઘેટાંની સંભાળ રાખતા તે બધો સમય તેમણે અમારા બધાનું રક્ષણ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan