Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઉસ દેશમાં એક માણસ હતો. તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમ જ ઈશ્વરભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઉસ દેશમાં એક માણસ હતો તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરની બીક રાખનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:1
34 Iomraidhean Croise  

અરામના પુત્રો: ઉઝ, હૂલ, ગેથેર અને માશ.


અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.


તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.”


દીશાનના પુત્રો: ઉસ અને અરાન.


ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.


આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.


“હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો.


શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.


એસેરના પુત્રો: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.


પ્રભુએ શેતાનને પૂછયું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક


પ્રભુએ શેતાનને કહ્યું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી. તેં તો તેને પાયમાલ કરવા મને વિનાકારણ ઉશ્કેર્યો, છતાં હજી તે પોતાની નિષ્ઠાને દઢતાથી વળગી રહ્યો છે.”


ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.”


શું તને તારી નિષ્ઠા પર ભરોસો નથી? તારા સદાચાર પર તને કોઈ આશા નથી?


હું નિર્દોષ છું. હવે મને મારી જાતની દરકાર નથી. કારણ, આ જિંદગીથી હું ત્રાસી ગયો છું.


પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ.


જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર પ્રામાણિક આચરણ કરે છે; પણ ઈશ્વરની અવજ્ઞા કરનાર દુષ્ટ આચરણ કરે છે.


સદાચારીનો ધોરીમાર્ગ ભૂંડાઈથી દૂર રહીને જાય છે; પોતાનાં પગલાં સંભાળનાર પોતાના જ જીવનની રક્ષા કરે છે.


પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે.


નેકજન પ્રામાણિકપણામાં જીવન જીવે છે, તેને અનુસરનાર તેનાં સંતાનોને ધન્ય છે.


તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા.


ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું.


હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.”


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


પણ તમે તમારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરા નિષ્ઠાવાન રહો.”


આપણે તેમને ધન્ય કહીએ છીએ, કારણ, તેમણે સહન કર્યું હતું. તમે યોબની ધીરજ વિષે સાંભળ્યું છે અને અંતમાં પ્રભુએ પોતાનો ઇરાદો કેવી રીતે પૂર્ણ કર્યો તે તમે જાણો છો. કારણ, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.


તેણે ભૂંડાઈથી વિમુખ થવું અને ભલું કરવું, તેણે શાંતિ શોધવી અને ખંતથી તેનો પીછો કરવો.


Lean sinn:

Sanasan


Sanasan