Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 9:30 - પવિત્ર બાઇબલ C.L.

30 તે માણસે જવાબ આપ્યો, “આ તે કેવી વિચિત્ર વાત! તેમણે મારી આંખો ઉઘાડી છે, તો પણ તમને ખબર નથી કે તે કોના તરફથી આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તે માણસે ઉત્તર આપ્યો, “એ તો અજાયબ જેવું છે કે, તેણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનો છે, એ તમે જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 9:30
13 Iomraidhean Croise  

તમારા નિયમશાસ્ત્રમાંનાં અજાયબ સત્યો સમજવા માટે મારી આંખો ઉઘાડો.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


એ સમયે બહેરા લોકો વંચાતા પુસ્તકની વાતો સાંભળશે અને આંધળાની આંખો ધૂંધળાપણું અને અંધકારમાં થઈને જોશે.


ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે.


આંધળા દેખતા થાય છે, લંગંડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે અને દીનજનોને શુભસંદેશપ્રગટ કરવામાં આવે છે.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમને ઘણું જ આશ્ર્વર્ય થયું. પછી ઈસુ આજુબાજુનાં ગામોમાં લોકોને ઉપદેશ આપતા ફર્યા.


તેમણે યોહાનના સંદેશકોને જવાબ આપ્યો, “જાઓ, અને તમે જે જે જોયું તથા સાંભળ્યું છે તે યોહાનને જણાવો: આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે, અને ગરીબોને શુભસંદેશ પ્રગટ કરવામાં આવે છે.


ઈસુએ તેમની આંખો આગળ આવાં અદ્‍ભુત કાર્યો કર્યાં, છતાં તેમણે તેમના પર વિશ્વાસ કર્યો નહિ;


ઈસુએ જવાબ આપ્યો, “તમે તો ઇઝરાયલના શિક્ષક છો અને છતાં તમને સમજ પડતી નથી?


અમને ખબર છે કે ઈશ્વર મોશે સાથે બોલ્યા હતા, પણ એ કોના તરફથી આવ્યો છે તે અમે જાણતા નથી.”


સૌ જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી; પણ પોતાના ભક્તનું અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


Lean sinn:

Sanasan


Sanasan