Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:42 - પવિત્ર બાઇબલ C.L.

42 ઈસુએ તેમને કહ્યું, “જો ઈશ્વર ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ કરત, કારણ, હું ઈશ્વર પાસેથી અહીં આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 ઈસુએ તેઓને કહ્યું, ‘જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:42
22 Iomraidhean Croise  

સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


કારણ, હું મારી પોતાની મેળે કશું જ બોલ્યો નથી, પરંતુ મને મોકલનાર પિતાએ મારે શું બોલવું અને શું કહેવું તે સંબંધી મને આજ્ઞા આપેલી છે;


ઈસુ જાણતા હતા કે પિતાએ બધો જ અધિકાર તેમના હાથમાં સોંપ્યો છે; અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જાય છે.


હું પિતામાં છું અને પિતા મારામાં છે એવું તું માનતો નથી?” ઈસુએ શિષ્યોને કહ્યું, “મેં જે સંદેશ તમને આપ્યો છે તે મારા પોતાના તરફથી નથી; મારામાં વાસ કરનાર પિતા પોતાનાં કાર્યો કર્યે જાય છે.


અમને હવે ખાતરી થઈ છે કે તમે બધું જાણો છો; અને કોઈ તમને પ્રશ્ર્નો પૂછે એવી જરૂર નથી. આ વાતને લીધે તમે ઈશ્વર તરફથી આવ્યા છો એમ અમે માનીએ છીએ.”


હે ન્યાયી પિતા, દુનિયા તમને ઓળખતી નથી, પરંતુ હું તમને ઓળખું છું અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે.


કારણ, જે સંદેશ તમે મને આપ્યો હતો તે મેં તેમને પહોંચાડયો છે. તેમણે તેનો સ્વીકાર કર્યો છે, અને તેમને ખાતરી થઈ છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તમે જ મને મોકલ્યો છે.


કારણ, દુનિયાનો ન્યાયાધીશ બનવા માટે નહિ, પરંતુ ઉદ્ધારક બનવા માટે ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે.


જેથી જેમ પિતાનું તેમ પુત્રનું પણ બધા સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી.


હું મારા પિતાને નામે આવ્યો છું, છતાં તમે મારો સ્વીકાર કરતા નથી; પરંતુ જો કોઈ પોતાને નામે આવે તો તમે તેનો સ્વીકાર કરશો.


ઈસુએ તેમને જવાબ આપતાં કહ્યું, “હું મારા પોતા વિશે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે; કારણ, હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું.


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


પણ નિયત સમયે ઈશ્વરે પોતાના પુત્રને મોકલ્યા. તે સ્ત્રીથી જનમ્યા, અને યહૂદી તરીકે જનમ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા;


આપણે જોયું છે તથા બીજાઓને જણાવીએ છીએ કે, ઈશ્વરપિતાએ તેમના પુત્રને દુનિયાના ઉદ્ધારક થવા મોકલ્યા છે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.


Lean sinn:

Sanasan


Sanasan