Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:37 - પવિત્ર બાઇબલ C.L.

37 મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજો છો. છતાં મારું શિક્ષણ નહિ સ્વીકારવાને લીધે તમે મને મારી નાખવા માગો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું. પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તમે ઇબ્રાહિમનાં વંશજો છો એ હું જાણું છું; પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:37
22 Iomraidhean Croise  

કારણ, આ લોકોનાં મન જડ થઈ ગયાં છે, અને તેમના કાન બહેર મારી ગયા છે, અને તેમણે પોતાની આંખો મીંચી દીધી છે. કદાચ, તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને મારી તરફ પાછા ફરે ને હું તેમને સાજા કરું.’


’અબ્રાહામ અમારો પૂર્વજ છે,’ એમ કહીને બહાનું ન કાઢશો. હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે તેમ છે!


પછી યહૂદીઓએ ફરીથી ઈસુને મારવા પથ્થર લીધા.


તે દિવસથી જ યહૂદી અધિકારીઓએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો.


તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના?


એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


શું મોશેએ તમને નિયમશાસ્ત્ર આપ્યું ન હતું? પરંતુ તમારામાંનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે શા માટે મને મારી નાખવાની કોશિશ કરો છો?”


યરુશાલેમમાંના કેટલાએક લોકોએ કહ્યું, “જેને તેઓ મારી નાખવા માગે છે તે આ જ માણસ નથી?


તેમણે જવાબ આપ્યો, “અમે અબ્રાહામના વંશજો છીએ. અમે કદી કોઈના ગુલામ બન્યા નથી. તો પછી ‘તમે સ્વતંત્ર થશો’ એમ તમે શા માટે કહો છો?”


હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી.


મારો સમય જોવાનો મળશે એવી આશાથી તમારો પિતા અબ્રાહામ હરખાયો. તે સમય તેણે જોયો અને તેને આનંદ થયો.”


ત્યારે તેમણે તેમને મારવા પથ્થરો લીધા, પરંતુ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા.


આમ કરવાનો તેમનો હેતુ તો ઈસુની પરીક્ષા કરવાનો હતો; જેથી તેમની ઉપર આરોપ મૂકી શકાય. પરંતુ ઈસુ નીચા નમીને જમીન પર આંગળીથી લખવા લાગ્યા.


“હે મારા ભાઈઓ, અબ્રાહામના વંશજો, અને અત્રે ઈશ્વરનું ભજન કરી રહેલા સર્વ બિનયહૂદીઓ, ઉદ્ધારનો એ સંદેશો અમને જણાવવામાં આવ્યો છે!


વળી, અબ્રાહામના બધા જ વંશજો કંઈ ઈશ્વરનાં સંતાનો નથી. ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “ફક્ત ઇસ્હાકનાં સંતાનો તારા વંશમાં ગણાશે.”


હવે જેની પાસે પવિત્ર આત્મા નથી, તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતું જ નથી. હકીક્તમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતાં જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે. કારણ, તેમનું મૂલ્ય આત્મિક રીતે અંક્ય છે.


બાળકો, હું તમને લખું છું, કારણ, તમે ઈશ્વરપિતાને ઓળખો છો. પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે બળવાન છો, તમારામાં ઈશ્વરનું વચન રહે છે અને તમે દુષ્ટને હરાવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan