Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેથી તેમણે તેઓને ફરીથી કહ્યું, “હું જવાનો છું, અને તમે મને શોધશો, અને તમે તમારાં પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેમણે તેઓને ફરીથી કહ્યું કે, ‘હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:21
21 Iomraidhean Croise  

તમારા ઈશ્વર પ્રભુના જીવના સમ ખાઈને કહું છું કે દુનિયાના દેશેદેશમાં રાજાએ તમારી શોધ કરાવી છે. જ્યારે કોઈ દેશનો શાસનર્ક્તા એવોે અહેવાલ આપે કે તમે તેના દેશમાં નથી ત્યારે તમે ત્યાં નથી એવા શપથ આહાબે તે દેશના શાસનર્ક્તા પાસે લેવડાવ્યા છે,


તેનાં હાડકાંમાં જુવાનીનું જોમ છે, પણ તે તેની સાથે જ ધૂળમાં ભળી જશે.


દુષ્ટની આકાંક્ષાઓ તેના મૃત્યુ સાથે જ લોપ થાય છે, અને તેણે પોતાના ધન પર બાંધેલો મદાર વ્યર્થ નીવડે છે.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે.


હવે પછી, ’પ્રભુને નામે જે આવે છે તેને ઈશ્વર આશિષ આપો,’ એમ તમે મને નહિ કહો, ત્યાં સુધી તમે મને જોવાના નથી.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે.


પોતે કેવા પ્રકારનું મરણ પામવાના હતા, તે સૂચવતાં તેમણે એમ કહ્યું.


ઈસુએ જવાબ આપ્યો, “હજી થોડો સમય પ્રકાશ તમારી પાસે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો; જેથી અંધકાર તમારા પર આવી પડે નહિ. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી.


મારાં બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો; પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું: જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.


“તમે મને શોધશો પરંતુ હું તમને જડીશ નહિ, કારણ, જ્યાં હું જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”


શું તે યહૂદીઓ રહે છે તેવા ગ્રીક શહેરોમાં જશે, અને ત્યાં ગ્રીક યહૂદીઓને શીખવશે? કારણ, તે કહે છે, ‘તમે મને શોધશો પરંતુ હું તમને મળીશ નહિ,’ અને ‘હું જ્યાં જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.’ એનો અર્થ શો?”


એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.”


ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan