Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 7:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જે માણસ પ્રસિદ્ધિ ચાહે છે તે પોતાનાં કાર્યો છુપાવતો નથી. તું આ બધું કરે જ છે, તો આખી દુનિયા આગળ જાહેર થા!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તમે એ કામો કરો છો, તો જગતની આગળ પોતાને જાહેર કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 7:4
12 Iomraidhean Croise  

દરમ્યાનમાં મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બીજા બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય કહ્યું છે; તમે પણ તેવો જ સંદેશ આપો તો સારું.”


તેઓ બધું દેખાવ પૂરતું જ કરે છે. તેમના કપાળ અને હાથ પર શાસ્ત્રવચનો ચર્મનાં મોટાં માદળિયાંમાં મૂકીને બાંધેલાં હોય છે, અને તેમના ઝભ્ભાની ઝૂલ કેટલી લાંબી હોય છે!


જો તું ઈશ્વરપુત્ર છે, તો નીચે કૂદકો માર. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: ’ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી હુકમ આપશે અને તેઓ તને તેમના હાથમાં ઝીલી લેશે; જેથી તારા પગને પણ પથ્થરથી ઈજા થાય નહિ’.


જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ઉદાસ ન લો. એવું તો ઢોગીંઓ કરે છે. તેઓ બધે ઉદાસ ચહેરે ફરે છે, જેથી જેઓ તેમને જુએ તેમને ખબર પડે કે તેઓ ઉપવાસ પર છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે.


જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે!


સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે.


ઈસુએ જવાબ આપ્યો, “હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું; મારું બધું શિક્ષણ મેં ભજનસ્થાનો અને મંદિર, જ્યાં સઘળા યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં આપ્યું હતું. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી.


તેથી ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, “આ સ્થળ મૂકીને યહૂદિયાના પ્રદેશમાં જા; જેથી જે અદ્‍ભુત કાર્યો તું કરે છે તે તેઓ જોઈ શકે.


તેમના ભાઈઓને પણ તેમનામાં વિશ્વાસ ન હતો.


Lean sinn:

Sanasan


Sanasan