Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 7:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પર્વ ર્આું થવા આવ્યું હતું તેવામાં ઈસુ મંદિરમાં જઈને શીખવવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 7:14
16 Iomraidhean Croise  

સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”


“બીજે દિવસે બાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.


“ત્રીજે દિવસે અગિયાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.


ઈસુ મંદિરમાં ગયા અને તેમણે ખરીદનારા તથા વેચનારા સૌને હાંકી કાઢયા. શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનોને ઉથલાવી પાડયાં.


ત્યાર પછી ઈસુએ લોકોને કહ્યું, જેમ કોઈ બળવાખોરને પકડવા તલવાર અને લાઠીઓ લઈને જાય તેમ તમે મને પકડવા આવ્યા છો? દિનતિદિન મંદિરમાં હું શિક્ષણ આપતો હતો પણ ત્યારે તમે મારી ધરપકડ કરી નહિ.


ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતા. મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને લોકોના આગેવાનો તેમને મારી નાખવા માગતા હતા.


ઈસુએ જવાબ આપ્યો, “હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું; મારું બધું શિક્ષણ મેં ભજનસ્થાનો અને મંદિર, જ્યાં સઘળા યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં આપ્યું હતું. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી.


પછી ઈસુએ તેને મંદિરમાં મળીને કહ્યું, “જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, નહિ તો તારી હાલત વધારે ખરાબ થશે.”


યહૂદીઓનું માંડવાપર્વ નજીક હતું.


ત્યારે મંદિરમાં બોધ કરતાં ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, “હું કોણ છું અને ક્યાંથી આવું છું તે શું તમે ખરેખર જાણો છો? પરંતુ હું મારી પોતાની જાતે આવ્યો નથી. મને મોકલનાર તો સાચા છે. તમે તેમને ઓળખતા નથી.


પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ.


બીજે દિવસે વહેલી સવારે તેઓ મંદિરમાં પાછા આવ્યા. બધા લોકો તેમની પાસે એકત્ર થયા, ત્યાં બેસીને ઈસુએ તેમને બોધ કર્યો.


મંદિરમાં જયાં દાન-પેટીઓ હોય છે ત્યાં શિક્ષણ આપતાં ઈસુએ આ બધું કહ્યું. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ, કારણ, તેમનો સમય આવ્યો ન હતો.


Lean sinn:

Sanasan


Sanasan