Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પરંતુ કોઈ તેને વિષે જાહેરમાં બોલતું નહિ, કારણ, તેઓ સૌ યહૂદી અધિકારીઓથી બીતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તોપણ યહૂદીઓના ધાકને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 7:13
13 Iomraidhean Croise  

એ પછી આરીમથાઈના યોસેફે પિલાત પાસે જઈને ઈસુનું શબ ઉતારવાની પરવાનગી માગી. યોસેફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો, કારણ, તે યહૂદી અધિકારીઓથી ગભરાતો હતો. પિલાતે તેને શબ લઈ જવાની પરવાનગી આપી, તેથી યોસેફે જઈને શબ ઉતારી લીધું.


સપ્તાહના એ પ્રથમ દિવસની સાંજે, યહૂદી અધિકારીઓના ભયથી શિષ્યો બંધબારણે મળ્યા હતા. તેવામાં ઈસુ આવ્યા અને તેમની વચમાં ઊભા રહ્યા. તેમણે કહ્યું, “તમને શાંતિ થાઓ.” એમ કહીને તેમણે પોતાના હાથ અને પડખું બતાવ્યાં.


એક રાત્રે તે ઈસુની પાસે આવ્યો અને તેમને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે તો ઈશ્વરે મોકલેલા શિક્ષક છો. તમે જે અદ્‍ભુત કાર્યો કરો છો, તે કાર્યો કોઈ માણસ ઈશ્વર તેની સાથે ન હોય તો કરી શકે જ નહિ.”


એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


યહૂદી અધિકારીઓ તેમને પર્વમાં શોધતા હતા, અને તે ક્યાં છે તે વિશે પૂછપરછ કરતા હતા.


યહૂદી અધિકારીઓ ખૂબ આશ્ર્વર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા, “આ માણસ કદી ભણ્યો નથી છતાં એનામાં આવું જ્ઞાન આવ્યું ક્યાંથી?”


તેનાં માબાપ યહૂદી અધિકારીઓથી ડરતાં હોવાથી તેમણે એમ કહ્યું. કારણ, યહૂદી અધિકારીઓએ જે કોઈ ઈસુને મસીહ તરીકે સ્વીકારે તેનો ભજનસ્થાનમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.


તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો.


‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


Lean sinn:

Sanasan


Sanasan