Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ટોળામાં તેમના સંબંધી ઘણી ગુસપુસ ચાલતી હતી. કેટલાએકે કહ્યું, “તે સારો માણસ છે.” જ્યારે બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો લોકોને ગેરમાર્ગે દોરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી, કેમ કે કેટલાકે કહ્યું, “તે ભલા માણસ છે.” બીજાઓએ કહ્યું, “એમ નથી, પણ લોકોને તે ભુલાવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 7:12
20 Iomraidhean Croise  

તેથી શિષ્ય ગુરુ જેવો અને નોકર શેઠ જેવો બને તો એ ય પૂરતું છે. જો કુટુંબનો વડો બાલઝબૂલ કહેવાયો છે, તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધુ ખરાબ નામથી બોલાવવામાં આવશે.


તેથી તેમણે ઈસુની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પણ તેઓ લોકોથી ડરતા હતા. કારણ, લોકો ઈસુને ઈશ્વરના સંદેશવાહક માનતા હતા.


સાહેબ, અમને યાદ છે કે, એ ઠગ જીવતો હતો ત્યારે આમ કહેતો હતો: ’ત્રણ દિવસ પછી મને સજીવન કરવામાં આવશે.’


ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એકમાત્ર ઈશ્વર વિના કોઈ ઉત્તમ નથી.


જે બન્યું હતું તે જોઈને લશ્કરના અધિકારીએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, “ખરેખર, આ ન્યાયી માણસ હતો.”


યહૂદીઓના શહેર આરીમથાઈનો યોસેફ નામે એક માણસ હતો. તે ભલો અને ધર્મિષ્ઠ હતો અને ઈશ્વરના રાજની વાટ જોતો હતો.


સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે.


બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “આપણી વચ્ચે એક મોટા સંદેશવાહક ઊભા થયા છે, અને ઈશ્વરે પોતાની પ્રજા પર કૃપાદૃષ્ટિ કરી છે.”


આ અદ્‍ભુત કાર્ય જોઈને લોકોએ કહ્યું, “ખરેખર, આ તો દુનિયામાં આવનાર ઈશ્વરના સંદેશવાહક છે.”


ફરોશીઓએ લોકોના ટોળાને ઈસુ સંબંધી એવી ગુસપુસ કરતા સાંભળ્યું. તેથી તેમણે અને મુખ્ય યજ્ઞકારોએ ઈસુની ધરપકડ કરવા માટે મંદિરના સંરક્ષકોને મોકલ્યા.


ફરોશીઓએ તેમને પૂછયું, “તેણે તમને પણ ભુલાવામાં નાખ્યા?


તેમણે જવાબ આપ્યો, “ત્યારે તું પણ ગાલીલનો છે એમ ને? શાસ્ત્રનું અયયન કર તો તને સમજ પડશે કે ઈશ્વરનો સંદેશવાહક ગાલીલમાંથી પેદા થવાનો નથી.”


કેટલાએક ફરોશીઓએ કહ્યું, “આવું કરનાર માણસ ઈશ્વર તરફથી આવેલો નથી, કારણ, તે વિશ્રામવાર પણ પાળતો નથી.” બીજાઓએ કહ્યું, “પાપી માણસ આવાં અદ્‍ભુત કાર્યો કેવી રીતે કરી શકે?” એમ તેમનામાં પક્ષ પડી ગયા.


બાર્નાબાસ પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો અને સારો માણસ હતો. ઘણા લોકોને પ્રભુ તરફ દોરી લાવવામાં આવ્યા.


આમ તો, ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય તે જ મુશ્કેલ લાગે છે. છતાં, ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે.


બડબડાટ કે તકરાર કર્યા વગર બધું કરો;


Lean sinn:

Sanasan


Sanasan