Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 6:44 - પવિત્ર બાઇબલ C.L.

44 મને મોકલનાર પિતા કોઈને મારી તરફ ખેંચે નહિ ત્યાં સુધી કોઈ મારી પાસે આવી શકતું નથી; અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 6:44
22 Iomraidhean Croise  

મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


શું કોઈ કૂશી પોતાની ચામડીનો કાળો રંગ બદલી શકે? શું ચિત્તો પોતાનાં ટપકાં દૂર કરી શકે? જો એ શકાય બને તો દુષ્ટતા આચરવાને ટેવાયેલા તમે સદાચરણ કરી શકો!”


ત્યારે મેં તેમને દૂરથી દર્શન દીધું હતું. હે ઇઝરાયલના લોકો, મેં સાચે જ તમારા પર અગાધ મમતા રાખી છે અને અવિચળ પ્રેમથી તમને મારી તરફ આકર્ષ્યા છે;


મમતા અને પ્રેમથી મેં તેમને મારી તરફ ખેંચ્યા. મેં તેમને ઉઠાવીને ગાલસરસા ચાંપ્યા અને તેમને લળી લળીને ખવડાવ્યું.


ઓ સર્પોના વંશજો, તમે તો ભૂંડા છો, પછી તમે કેવી રીતે સારી વાત કરી શકો? કારણ, જે મનમાં છે તે જ મુખ બોલે છે.


ઈસુએ જવાબ આપ્યો, સિમોન બારયોના, શાબાશ! આ સત્ય કોઈ માનવીએ નહિ, પણ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ તને સીધેસીધું જણાવ્યું છે.


જ્યારે મને આ પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધા માણસોને મારી તરફ ખેંચીશ.”


તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના?


ઈસુએ તેમને જવાબ આપ્યો, “અંદરોઅંદર કચકચ ન કરો.


સંદેશવાહકોના પુસ્તકોમાં લખેલું છે, ‘તેઓ બધા ઈશ્વર તરફથી શિક્ષણ મેળવશે.’ જે કોઈ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે.


તેમણે ઊમેર્યું, “આ જ કારણને લીધે મેં તમને કહેલું કે પિતાના પ્રેર્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી.”


હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી.


માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે.


કારણ, જ્યારે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ત્યારે ખ્રિસ્તની સાથે તમારું દફન થયું અને બાપ્તિસ્મામાં તમે ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વરના કાર્યશીલ સામર્થ્ય પર વિશ્વાસ મૂક્યો, તેથી તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan