Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 6:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેઓ હલેસાં મારતા મારતા પાંચથી છ કિલોમીટર દૂર ગયા ત્યારે તેમણે ઈસુને પાણી પર ચાલતા અને હોડીની નજીક આવતા જોયા. તેથી તેઓ ગભરાઈ ઊઠયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જ્યારે તેઓ હલેસાં મારીને આશરે ત્રણેક માઈલ ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા દેખીને તેઓ બીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 6:19
16 Iomraidhean Croise  

તે એકલે હાથે આકાશોને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં ખૂંદી નાખે છે.


પ્રભુ જળપ્રલય પર સત્તા ચલાવે છે. પ્રભુ સદાસર્વદા રાજા તરીકે બિરાજમાન છે:


મહાસાગરની પ્રચંડ ગર્જના કરતાં અધિક પ્રચંડ અને સાગરનાં મોજાં કરતાં વધુ શક્તિશાળી તેવા પ્રભુ આકાશોમાં સર્વોપરી છે.


તારા હલેસાંબાજો તને ભરદરિયે લઈ ગયા અને ત્યાં પવને તને કાંઠાથી દૂર મધદરિયે ભાંગી નાંખ્યું.


એમ કરવાને બદલે, ખલાસીઓએ વહાણને કિનારે લઈ જવા માટે ઘણાં હલેસાં માર્યાં, પણ વધારે ને વધારે તોફાન થવાથી તેઓ તેમ કરવામાં ફાવ્યા નહિ.


એ જ દિવસે તેમનામાંના બે યરુશાલેમથી આશરે દસ કિલોમીટર દૂર આવેલા એમ્મૌસ નામના ગામે જતા હતા,


છોકરો આવી રહ્યો હતો તેવામાં દુષ્ટાત્માએ તેને જમીન પર પછાડયો અને તેને આંકડી આવવા લાગી. ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો, છોકરાને સાજો કર્યો અને તેના પિતાને સોંપ્યો.


હવે બેથાનિયા યરુશાલેમથી આશરે ત્રણ કિલોમીટર દૂર છે.


“હું તમને અનાથ મૂકી દઈશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ.


વળી, સખત પવન ફૂંકાવા લાગ્યો અને મોજાં ઊછળવા લાગ્યાં.


ઈસુએ કહ્યું, “બીશો નહિ, એ તો હું છું.”


શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.


તે નગર સમચોરસ હતું. એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એક્સરખાં હતાં. દૂતે પોતાના માપદંડથી નગર માપ્યું: તે આશરે ચોવીસ સો કિલોમીટર હતું, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક્સરખાં જ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan