Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, કોઈ કોઈ વાર પ્રભુનો દૂત આવીને સ્નાનાગારમાં ઊતરતો અને પાણીને હલાવતો. પાણી હલાવ્યા પછી જે માંદો માણસ પાણીમાં પ્રથમ ઊતરતો તેની ગમે તેવી બીમારી દૂર થતી].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.]

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 (કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કેમ કે કોઈ કોઈ વેળા પ્રભુનો દૂત તે કૂંડમાં ઊતરતો અને પાણીને હલાવતો હતો. દૂતે આ કર્યા પછી, જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.]

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 5:4
18 Iomraidhean Croise  

એલિશાએ પોતાના નોકરને મોકલીને તેને કહેવડાવ્યું કે, “તે યર્દન નદીમાં જઈ સાત વાર ડૂબકી મારે એટલે તેનો કોઢ બિલકુલ મટી જશે.”


તમારી આજ્ઞાઓ પાળવામાં મેં તત્પરતા દાખવી છે, અને કદી વિલંબ કર્યો નથી.


તું તારી જાતને નિદ્રાવશ ન થવા દે; અરે, તારી આંખને આરામ પણ ન લેવા દે.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


તેણે મને કહ્યું, “આ પાણી અહીંથી પૂર્વ તરફ વહીને યરદનની ખીણમાં પડે છે અને છેવટે એ મૃતસમુદ્રમાં જઈને મળે છે. જ્યારે તે મૃતસમુદ્રને મળશે ત્યારે તેનાં ખારાં પાણીને મીઠાં પાણી બનાવી દેશે.


ઇઝરાયલને જીવતા રહેવાની તક છે. પણ પોતાની માને પ્રસૂતિની વેદના ઊપડી હોય અને છતાં બાળક ઉદર બહાર આવવા માગે નહિ તેના જેવું તે મૂર્ખ છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.


એ દિવસ આવે ત્યારે યરુશાલેમમાંથી તાજાં પાણી વહેતાં થશે. અડધાં પાણી મૃત સમુદ્રમાં અને અડધાં પાણી ભૂમધ્ય સમુદ્રમાં વહેશે. તે પાણી ગરમીની કે ભેજવાળી ઋતુમાં આખા વર્ષ દરમ્યાન વહ્યા કરશે.


યોહાને તેનો સંદેશ પ્રગટ કરવાની શરૂઆત કરી ત્યારથી આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ તેનો કબજો લઈ રહ્યા છે.


એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ.


“મોશેનું નિયમશાસ્ત્ર અને ઈશ્વરના સંદેશવાહકોનાં લખાણો બાપ્તિસ્મા કરનાર યોહાનના સમય સુધી અમલમાં હતાં; ત્યાર પછી ઈશ્વરના રાજ સંબંધીનો શુભસંદેશ કહેવામાં આવી રહ્યો છે, અને બધા તેમાં બળજબરીથી પ્રવેશવા યત્ન કરે છે.


માંદા માણસોનો મોટો સમુદાય એ વરંડાઓમાં પડયો રહેતો હતો. તેઓમાં આંધળાં, લંગડાં, લકવાવાળાં વગેરે હતાં. [તેઓ પાણીમાં હલચલ થાય તેની રાહ જોતાં;


ત્યાં એક માણસ આડત્રીસ વર્ષથી માંદો હતો.


માંદા માણસે જવાબ આપ્યો, “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને સ્નાનાગારમાં ઉતારવા કોઈ હોતું નથી, અને જ્યારે હું જાતે જ અંદર ઊતરવા કોશિશ કરું છું, ત્યારે બીજો જ કોઈ મારી પહેલાં ઊતરી પડે છે.”


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan