Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 5:28 - પવિત્ર બાઇબલ C.L.

28 તેથી આશ્ર્વર્ય ન પામશો, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે કબરમાંનાં બધાં મૃત્યુ પામેલાં તેનો અવાજ સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 એથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 5:28
19 Iomraidhean Croise  

અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ એમ હું કહું છું તેથી આશ્ર્વર્ય પામશો નહિ.


ઈસુએ તેને કહ્યું, “બહેન, મારી વાત માન, એવો સમય આવી રહ્યો છે, જ્યારે માણસો ઈશ્વરપિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહિ.


પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે.


કારણ, પિતા પુત્રને ચાહે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે. તે તેને એના કરતાં પણ મોટાં કાર્યો બતાવશે, તેથી તમે બધા અચંબામાં પડશો.


હું સાચે જ કહું છું: એવો સમય આવશે, અરે, હવે આવી લાગ્યો છે કે, જ્યારે મૃત્યુ પામેલાં પુત્રનો અવાજ સાંભળશે અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે.


તેઓ ઈશ્વરમાં જે આશા રાખે છે તે જ આશા હું રાખું છું; એટલે, ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે.


લોકોને જોઈને પિતરે કહ્યું, “ઓ ઇઝરાયલના માણસો, તમે આ બાબતથી કેમ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા છો? તમે અમારી તરફ કેમ તાકી રહ્યા છો? તમે એમ માનો છો કે અમે અમારી પોતાની શક્તિ કે સિદ્ધિથી આ માણસને ચાલતો કર્યો છે?


કારણ, જેમ સર્વ માણસો આદમની સાથેના સંબંધને લીધે મરણ પામ્યા તેમ જ તેઓ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે સજીવન થશે;


જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે.


પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan