Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 5:25 - પવિત્ર બાઇબલ C.L.

25 હું સાચે જ કહું છું: એવો સમય આવશે, અરે, હવે આવી લાગ્યો છે કે, જ્યારે મૃત્યુ પામેલાં પુત્રનો અવાજ સાંભળશે અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 5:25
19 Iomraidhean Croise  

ચાલો, આપણે આનંદોત્સવ કરીએ. કારણ, આ મારો પુત્ર મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો, પણ હવે તે જડયો છે’ અને એમ તેઓ આનંદ કરવા લાગ્યા.


પણ આપણે આનંદોત્સવ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે.”


ઈસુએ જવાબ આપ્યો, “જેઓ મરેલાં છે તેઓ તેમનાં મરેલાંઓને ભલે દફનાવે, પણ તું જઈને ઈશ્વરના રાજનો પ્રચાર કર.”


પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.


એ વાતો કહી રહ્યા પછી ઈસુ આકાશ તરફ દૃષ્ટિ ઉઠાવીને બોલ્યા, “હે પિતા, સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે.


ઈસુએ તેને કહ્યું, “બહેન, મારી વાત માન, એવો સમય આવી રહ્યો છે, જ્યારે માણસો ઈશ્વરપિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહિ.


પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે.


પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે.


તેથી આશ્ર્વર્ય ન પામશો, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે કબરમાંનાં બધાં મૃત્યુ પામેલાં તેનો અવાજ સાંભળશે.


તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ શિક્ષણ સ્વીકારવાનું ખૂબ અઘરું છે. આવું તે કોણ સાંભળી શકે?”


હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી.


જે ઈશ્વરનો છે તે ઈશ્વરનું સાંભળે છે; પણ તમે ઈશ્વરના નથી એટલે જ મારું સાંભળતા નથી.”


તેણે જવાબ આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે માનતા નથી. તમે કેમ ફરી ફરીને એનું એ જ સાંભળવા માંગો છો? તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો”


આપણે આપણા બાપ્તિસ્માની મારફતે તેમની સાથે દટાયા, અને તેમના મરણના ભાગીદાર બન્યા; જેથી જેમ ઈશ્વરપિતાના મહિમાવંત સામર્થ્યથી ખ્રિસ્ત મરણમાંથી જીવતા થયા, તેમ આપણે પણ નવા જીવનમાં જીવીએ.


ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા.


જ્યારે આજ્ઞાભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા, ત્યારે તેમણે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે.


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


એક સમયે તમારાં પાપને લીધે અને તમારા સુન્‍નતવિહીન સ્વભાવને લીધે તમે આત્મિક રીતે મરેલા હતા. પણ હવે ઈશ્વરે ખ્રિસ્તની સાથે તમને સજીવન કર્યા છે. ઈશ્વરે આપણને આપણાં બધાં પાપની માફી આપી છે.


સાર્દિસમાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની પાસે ઈશ્વરના સાત આત્મા છે અને સાત તારા છે તે આમ કહે છે: “હું તારાં ક્મ જાણું છું. તું જીવતો કહેવાય છે, પણ વાસ્તવમાં મરેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan