Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 યરુશાલેમમાં ‘ઘેટા દરવાજા’ આગળ પાંચ વરંડાવાળું એક સ્નાનાગાર છે. હિબ્રૂ ભાષામાં એને બેથઝાથા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હવે યરુશાલેમમાં મેઢાંભાગળની પાસે એક કુંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને [લગતી] પાંચ પરસાળ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 5:2
14 Iomraidhean Croise  

ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.


શહેરના કોટની મરામત આ રીતે કરવામાં આવી. મુખ્ય યજ્ઞકાર એલ્યાશીબ તથા તેના યજ્ઞકારોએ “ઘેટાના દરવાજા” બાંધકામ કર્યું. તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેમણે દરવાજાનાં બારણાં ચડાવ્યાં. તેમણે શતક બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી કોટનું બાંધકામ કર્યું.


સોનીઓ અને વેપારીઓ ખૂણામાં આવેલી ઓરડીથી માંડીને “ઘેટાંના દરવાજા” સુધીના આખરી ભાગનું મરામત કરતા હતા.


વળી, પ્રાચીન કુંડનું પાણી વાળી લાવી તેનો સંગ્રહ કરવા માટે શહેરની અંદર જળકુંડ બનાવ્યો. પણ આ બધાના સરજનહાર તરફ તમે મીટ માંડી નહિ. તેમજ અગાઉથી તેની રચના કરનાર ઈશ્વર તરફ લક્ષ આપ્યું નહિ.


યરુશાલેમની સંરક્ષણ દીવાલમાં પડેલાં ગાબડાંનું તમે અવલોકન કર્યું. નીચાણના જળકુંડમાં તમે પાણીનો સંગ્રહ કર્યો.


પિલાતે એ શબ્દો સાંભળ્યા ત્યારે તે ઈસુને બહાર લઈ ગયો અને પોતે હિબ્રૂમાં ‘ગાબ્બાથા’ એટલે ‘શિલામાર્ગ’ નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો.


ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને બહાર ગયા, અને ‘ખોપરી’ નામની જગ્યાએ (જેને હિબ્રૂમાં ગલગથા કહે છે) ત્યાં આવ્યા.


ઘણા યહૂદીઓએ એ વાંચ્યું; કારણ, ઈસુને જ્યાં જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરથી બહુ દૂર ન હતી. એ લખાણ હિબ્રૂ, લાટિન અને ગ્રીકમાં લખવામાં આવ્યું હતું.


ઈસુએ તેને કહ્યું, “મિર્યામ!” મિર્યામે તેમના તરફ ફરીને હિબ્રૂમાં કહ્યું, “રાબ્બોની (અર્થાત્ ગુરુજી)!”


માંદા માણસોનો મોટો સમુદાય એ વરંડાઓમાં પડયો રહેતો હતો. તેઓમાં આંધળાં, લંગડાં, લકવાવાળાં વગેરે હતાં. [તેઓ પાણીમાં હલચલ થાય તેની રાહ જોતાં;


ઈસુએ જવાબ આપ્યો, “મેં એક જ અદ્‍ભુત કાર્ય કર્યું અને તમે બધા અચંબામાં પડી ગયા.


અફસરે તેને પરવાનગી આપી એટલે પાઉલ પગથિયાં પર ઊભો રહ્યો અને લોકોને શાંત રહેવા હાથથી ઇશારો કર્યો. લોકો શાંત પડયા એટલે પાઉલ તેમની સાથે હિબ્રૂ ભાષામાં બોલ્યો:


પછી પેલા આત્માઓએ જેને હાર-માગેદોન કહેવાય છે તે સ્થળે રાજાઓને એકઠા કર્યા.


અગાધ ઊંડાણનો દૂત તેમનો રાજા છે. હિબ્રૂ ભાષામાં તેનું નામ આબાદ્દોન છે અને ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન - અર્થાત્ વિનાશક છે.


Lean sinn:

Sanasan


Sanasan