Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 5:18 - પવિત્ર બાઇબલ C.L.

18 આથી યહૂદી અધિકારીઓ વધારે ગુસ્સે ભરાયા અને તેમને મારી નાખવા તત્પર બન્યા. કારણ, ઈસુ વિશ્રામવારનો ભંગ કરતા હતા એટલું જ નહિ, પરંતુ ઈશ્વર તેમના પિતા છે એમ કહીને પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે માટે તેમને મારી નાખવાને યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેમણે વિશ્રામવાર ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 5:18
21 Iomraidhean Croise  

સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


અથવા, મોશેના નિયમશાસ્ત્રમાં તમે નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યજ્ઞકાર વિશ્રામવાર એંના નિયમનો ભંગ કરે છતાં તે નિર્દોષ છે?


યરુશાલેમમાંના યહૂદી અધિકારીઓએ યજ્ઞકારોને અને લેવીઓને યોહાન પાસે મોકલીને તેને પુછાવ્યું, “તમારી ઓળખાણ આપશો?”


હું અને પિતા એક છીએ.”


યહૂદીઓએ જવાબ આપ્યો, “તારા કોઈ સારા કાર્યને માટે નહિ, પણ તારી ઈશ્વરનિંદાને લીધે, અને તું માનવી હોવા છતાં પોતે ઈશ્વર સમાન હોવાનો દાવો કરે છે તેને લીધે અમે તને પથ્થરે મારવા માગીએ છીએ.”


ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું.


ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપ, ઘણા સમયથી હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને જોયા છે, તો પછી તું શા માટે કહે છે કે, ‘અમને પિતાનાં દર્શન કરાવો?’


યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.”


પછી તે માણસે જઈને યહૂદી અધિકારીઓને કહ્યું કે મને સાજો કરનાર તો ઈસુ છે.


ઈસુએ એ કામો વિશ્રામવારે કર્યાં હતાં માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “મારા પિતા હંમેશાં કાર્યરત રહે છે અને હું પણ કાર્ય કરું છું.”


જેથી જેમ પિતાનું તેમ પુત્રનું પણ બધા સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી.


એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


શું મોશેએ તમને નિયમશાસ્ત્ર આપ્યું ન હતું? પરંતુ તમારામાંનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે શા માટે મને મારી નાખવાની કોશિશ કરો છો?”


ઈસુએ જવાબ આપ્યો, “જો હું પોતાને માન આપું, તો એ માનનો કંઈ અર્થ નથી. મને માન આપનાર મારા પિતા, જેને તમે તમારા ઈશ્વર કહો છો, તે જ છે.


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: ‘અબ્રાહામના જન્મ પહેલાંનો હું છું.’


પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તે વળગી રહ્યા નહિ.


પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.


ઈશ્વરના શાપ નીચે હોય એવું કોઈ તે નગરમાં મળી આવશે નહિ. ઈશ્વરનું અને હલવાનનું રાજ્યાસન તે નગરમાં રહેશે અને તેના સેવકો તેમનું ભજન કરશે.


Lean sinn:

Sanasan


Sanasan