Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 3:33 - પવિત્ર બાઇબલ C.L.

33 જે કોઈ તેની સાક્ષી કબૂલ રાખે છે તે, ઈશ્વર સાચા છે તેમ પુરવાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જેણે તેની સાક્ષી માની છે, તેણે ઈશ્વર ખરો છે, એ વાત પર મહોર મારી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 3:33
17 Iomraidhean Croise  

નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”


તમારે વિષે તો મારે ઘણી બાબતો કહેવાની છે અને ન્યાય કરવાનો છે. છતાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે જ હું દુનિયાને સંભળાવું છું.”


તેમને માટે ઉઘરાવેલા ફાળાની સોંપણીનું ક્મ પૂરું કરી હું સ્પેન જવા વિદાય થઈશ, અને ત્યાં જતાં રસ્તામાં તમારી પણ મુલાકાત લઈશ.


તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.


બીજાઓ પ્રેષિત તરીકે મારો સ્વીકાર કરે કે ન કરે, તો પણ તમે તો કરશો જ! કારણ, પ્રભુમાંનું તમારું જીવન હું પ્રેષિત છું તેની સાક્ષી પૂરે છે.


હું સાચા ઈશ્વરને નામે કહું છું કે, મેં તમને આપેલું વચન તે “હા” અને “ના” એમ બન્‍નેમાં નહોતું.


એ રીતે તેમણે આપણા પર તેમની માલિકીની મુદ્રા મારી છે; એટલે, આપણને જે કંઈ મળનાર છે એની ખાતરીરૂપે તેમણે આપણાં હૃદયોમાં વાસો કરવા પવિત્ર આત્મા આપ્યો છે.


તમારા સંબંધમાં પણ એવું જ છે. તમે સાચો સંદેશ, એટલે કે, તમને ઉદ્ધાર પમાડનાર શુભસંદેશ સાંભળ્યો, ત્યારે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો, અને ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તેમણે તમારા પર પોતાની માલિકીના હકની મહોર મારી.


ઈશ્વરના પવિત્ર આત્માને દુ:ખી ન કરો. કારણ, પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલિકીની મહોર છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે.


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


ઈશ્વરનો હેતુ અફર છે એવું વચનના ભાગીદાર થનારાઓને સ્પષ્ટ થાય તે માટે તેમણે શપથ સાથે પોતાનું વચન આપ્યું.


જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને આપણે તેમનો સંદેશો આપણા જીવનમાં ઉતાર્યો નથી.


Lean sinn:

Sanasan


Sanasan