Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 3:23 - પવિત્ર બાઇબલ C.L.

23 યોહાન પણ સાલીમની નજીક એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો; કારણ, ત્યાં પુષ્કળ પાણી હતું. લોકો તેની પાસે આવતા અને તે તેમને બાપ્તિસ્મા આપતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 3:23
13 Iomraidhean Croise  

આમ, યાકોબ મેસોપોટેમિયામાંથી નીકળીને કનાન દેશમાં આવેલા શખેમ શહેર સુધી સહીસલામત આવ્યો અને તેણે શહેર આગળ પડાવ નાખ્યો.


બેબિલોનને કહો, ‘તું ઘણી નદીઓ અને નહેરો પર વસેલું છે, અને તારા ધનના ભંડારો ભરપૂર છે. પણ હવે તારો અંત આવ્યો છે, તારી જીવાદોરી કાપી નાખવામાં આવી છે.’


તમારી મા પણ તમારા વંશમાં ઝરણાને કિનારે રોપાયેલી દ્રાક્ષાવેલા જેવી હતી. ભરપૂર પાણી મળવાને કારણે તેને ફળથી લચી પડેલી પુષ્કળ ડાળીઓ હતી.


એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


યોહાનથી બાપ્તિસ્મા પામવા લોકોનાં ટોળેટોળાં તેની પાસે આવવા લાગ્યાં. તેણે તેમને કહ્યું, “ઓ સર્પોનાં સંતાન, આવી પડનાર ઈશ્વરના કોપથી નાસી છૂટાશે એવી ચેતવણી તમને કોણે આપી?


પછી ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયા પ્રદેશમાં ગયા. તેમણે થોડો સમય તેમની સાથે ગાળ્યો અને બાપ્તિસ્મા આપ્યાં.


યોહાનને હજુ સુધી જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.


પછી મેં સમુદ્રનાં મોજાંના ધૂઘવાટ અને મેઘગર્જના જેવો અવાજ આકાશમાંથી સાંભળ્યો. વળી, વીણાવાદકો વીણા વગાડતા હોય તેવો અવાજ સાંભળ્યો.


એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે.


તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં અને શાલીશાના પ્રદેશમાં ફર્યા. પણ ત્યાં ગધેડાં મળ્યાં નહિ. ત્યાંથી તેઓ શાઅલીમના પ્રદેશમાં ફર્યા, પણ ત્યાંય તે ન મળ્યાં. પછી તેઓ બિન્યામીનના કુળપ્રદેશમાં ફર્યા. છતાં ત્યાં પણ તેમને તે ન મળ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan