Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 3:20 - પવિત્ર બાઇબલ C.L.

20 જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 3:20
18 Iomraidhean Croise  

અને તેને ખાવાને માટે તે તવામાંથી ઉતારી. પણ આમ્નોને તે ખાધી નહિ. તેણે કહ્યું, “બધાંને બહાર કાઢો” અને સૌ બહાર ગયા.


આહાબે જવાબ આપ્યો, “બીજો એક સંદેશવાહક યિમ્લાનો પુત્ર મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું. કારણ, તે મારા સંબંધમાં સારું ભવિષ્ય ભાખતો જ નથી. તેનું ભાખેલું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે.” યહોશાફાટે કહ્યું, “રાજા તરીકે તમારે એવું ન બોલવું જોઈએ.”


હું રાત્રે ઊંઘતી હતી ત્યારે તેણે ઊઠીને મારી પડખેથી મારો દીકરો લઈને પોતાની પથારીમાં સુવાડયો અને મરેલો છોકરો મારી પથારીમાં મૂકી દીધો.


કારણ, તમે તો શિસ્તને ધિક્કારો છો, અને મારી આજ્ઞાઓનો અનાદર કરો છો.


કારણ, તમે વિદ્યાનો સતત તિરસ્કાર કર્યો છે, અને પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર રાખ્યો નથી.


ઉદ્ધત વ્યક્તિને ટીકા ગમતી નથી; તેથી તે જ્ઞાનીનો સંગ પસંદ કરતો નથી.


આંખ મિચકાવનાર કુટિલ યોજનાઓ ઘડે છે, અને હોઠ બીડનાર ષડયંત્રો રચે છે.


નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.


અને કહેશે, “શા માટે મેં ઈશ્વરે ઠરાવેલી, શિસ્તનો તિરસ્કાર કર્યો? શા માટે મેં મારા મનમાં શિખામણની અવગણના કરી?


જૂઠાણા પર જૂઠાણું, છેતરપિંડી પર છેતરપિંડી, તેઓ પ્રભુને ઓળખવાનો ઈનકાર કરે છે, એવું પ્રભુ પોતે કહે છે.


નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને કહ્યું, “ગુરુજી, આવું કહીને તમે અમારું પણ અપમાન નથી કરતા?”


પરંતુ જે સત્ય પ્રમાણે આચરણ કરે છે તે પ્રકાશની નજીક આવે છે; જેથી તેનાં જે કાર્યો ઈશ્વરને આધીન રહીને કરાયાં છે તે પ્રકાશ દ્વારા જાહેર થાય.”


દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan