Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 ન્યાયચુકાદાનો આધાર આવો છે: પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ લોકોને પ્રકાશ કરતાં અંધકાર વધારે ગમે છે; કારણ, તેમનાં કાર્યો ભૂંડાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 3:19
33 Iomraidhean Croise  

જૂઠાણા પર જૂઠાણું, છેતરપિંડી પર છેતરપિંડી, તેઓ પ્રભુને ઓળખવાનો ઈનકાર કરે છે, એવું પ્રભુ પોતે કહે છે.


માંડવાપર્વ નહિ ઉજવવા માટે ઇજિપ્ત અને અન્ય સર્વ દેશોને એવી શિક્ષા થશે.


“શેઠ તેની પાસે શાની અપેક્ષા રાખે છે તે જાણતો હોવા છતાં જે નોકર તૈયાર રહેતો નથી અને તેના શેઠની ઇચ્છા પ્રમાણે કરતો નથી, તેને ભારે શિક્ષા થશે.


આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા.


શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું.


આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેને કદી હોલવી શક્તો નથી.


હવે દુનિયાનો ન્યાય કરવાનો સમય આવી ગયો છે. હવે આ દુનિયાના શાસનર્ક્તાને ફેંકી દેવામાં આવશે.


ઈશ્વર તરફથી મળતી પ્રશંસાને બદલે તેઓ માણસોની પ્રશંસાને વધારે ચાહતા હતા.


દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું; જેથી મારા પર વિશ્વાસ મૂકનાર પ્રત્યેક અંધકારમાં ચાલે નહિ.


તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના?


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.


દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.”


હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”


ઈશ્વર આવા દુરાચારીઓને મૃત્યુને યોગ્ય ઠરાવે છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ એવાં ક્મ કરે છે. એટલું જ નહિ, પણ એવાં ક્મ કરનારાઓને માન્ય રાખે છે.


જેઓ સ્વાર્થી છે અને સત્યનો ઇન્કાર કરીને જૂઠને અનુસરે છે, તેમના ઉપર કોપ તથા ક્રોધ ઊતરશે.


પરિણામે, જેમણે સત્ય પર વિશ્વાસ કર્યો નથી અને પાપમાં મોજમઝા માણી છે તેઓ સર્વને શિક્ષા થાય.


વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.


સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે,


Lean sinn:

Sanasan


Sanasan