11 હું તમને સાચે જ કહું છું: અમે જે જાણીએ છીએ તે વિષે બોલીએ છીએ, અને જે નજરે જોયું છે તે વિષે સાક્ષી પૂરીએ છીએ. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી.
મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.
ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.
મારા પિતાએ મને સર્વસ્વ આપ્યું છે. ઈશ્વરપિતા સિવાય ઈશ્વરપુત્ર કોણ છે તે કોઈ જાણતું નથી, અને ઈશ્વરપુત્ર સિવાય તથા તે જેને પ્રગટ કરે તે સિવાય ઈશ્વરપિતા કોણ છે તે કોઈ જાણતું નથી.”
ઈસુએ તેમને જવાબ આપતાં કહ્યું, “હું મારા પોતા વિશે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે; કારણ, હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું.
તમારે વિષે તો મારે ઘણી બાબતો કહેવાની છે અને ન્યાય કરવાનો છે. છતાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે જ હું દુનિયાને સંભળાવું છું.”
આ દુનિયાના દેવે તેમનાં મન અંધકારમાં રાખેલાં હોવાથી તેઓ વિશ્વાસ કરી શક્તા નથી. તેથી ખ્રિસ્ત, જે ઈશ્વરનું આબેહૂબ પ્રતિરૂપ છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભસંદેશની મારફતે આવે છે, અને નાશમાં જઈ રહેલાઓ એ પ્રકાશ જુએ નહિ, તે માટે દુષ્ટ તેમને દૂર રાખે છે.
અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,