Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 21:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેણે પિતરને કહ્યું, “એ તો પ્રભુ છે!” જ્યારે સિમોન પિતરે એ સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો; અને સરોવરમાં કૂદી પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે.” જયારે સિમોન પિતરે સાંભળ્યું કે, ‘એ તો પ્રભુ છે’, ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો), અને સમુદ્રમાં કૂદી પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 21:7
20 Iomraidhean Croise  

આ તો પ્રભુએ કરેલું કાર્ય છે; આપણી દષ્ટિમાં તે આશ્ર્વર્યજનક છે.


ઝાઝાં જળ પ્રેમને બુઝાવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ, જો કોઈ તેને પોતાના દ્રવ્યથી ખરીદવાનો પ્રયાસ કરે તો તેને માત્ર ફિટકાર જ મળશે.


જો કોઈ તમને પૂછે કે, ‘આને કેમ છોડો છો?’ તો તેને કહેજો કે પ્રભુને તેની જરૂર છે, અને થોડી જ વારમાં તેને અહીં પાછો મોકલી આપશે.”


“લગ્નસમારંભમાં ગયેલા શેઠની રાહ જોઈ રહેલા નોકરોની માફક તમે તમારી કમરો કાસીને અને તમારા દીવા પેટાવીને તૈયાર રહો.


આજે દાવિદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો:


તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.”


શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે તેમની પડખે અડીને જ બેઠો હતો.


ઈસુએ પોતાનાં માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલાં જોયાં અને તેમણે પોતાનાં માને કહ્યું, “બાઈ, જુઓ તમારો દીકરો!”


તેથી સિમોન પિતર અને જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે બીજા શિષ્યની પાસે તે દોડી ગઈ અને તેમને કહ્યું, “તેમણે પ્રભુને કબરમાંથી લઈ લીધા છે અને તેમને ક્યાં મૂક્યા છે તેની અમને ખબર નથી!”


શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.


થોમા બોલી ઊઠયો, “ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર!”


જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જમતી વખતે જે હંમેશાં ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો અને જેણે પ્રભુને પૂછયું હતું, “પ્રભુ, કોણ તમારી ધરપકડ કરાવશે?” તે બીજા શિષ્યને પિતરે પાછા ફરીને જોયો.


એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે, અને તેણે જ આ બધી વાતો લખી છે. અમને ખાતરી છે કે તેની સાક્ષી સાચી છે.


બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓ ભરેલી જાળ ખેંચતા ખેંચતા કિનારે આવ્યા, કારણ, તેઓ કિનારેથી બહુ દૂર ન હતા, આશરે નેવું મીટર જેટલે અંતરે જ હતા.


“સૌના પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિનો શુભસંદેશ જાહેર કરીને પોતાના ઇઝરાયલી લોકોને ઈશ્વરે જે સંદેશો આપ્યો તેની તમને ખબર છે.


“તેથી ઇઝરાયલના સર્વ લોકો, તમે આ વાત ખાતરીપૂર્વક જાણી લો: જેમને તમે ક્રૂસ પર ખીલા મારી જડી દીધા, એ જ ઈસુને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યા છે!”


પ્રથમ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, પણ બીજો આદમ આકાશમાંથી આવ્યો.


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


મારા ભાઈઓ, તમે આપણા મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોવાથી તમારે બાહ્ય દેખાવ પરથી લોકો પ્રત્યે ભેદભાવવાળું વર્તન દાખવવું ન જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan