Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 21:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે તેમને કહ્યું, “તમારી જાળો હોડીની જમણી બાજુએ નાખો એટલે તમને મળશે.” તેથી તેમણે પોતાની જાળો નાખી, અને એટલી બધી માછલી પકડાઈ કે તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે તેમણે તેઓને કહ્યું, “હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને મળશે.” તેથી તેઓએ [તે તરફ જાળ] નાખી. પછી એટલી બધી માછલી તેમાં [ભરાઈ આવી] કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 21:6
8 Iomraidhean Croise  

આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં અને સમુદ્રનાં અન્ય જળચરો એ બધું તેને તાબે કર્યું છે.


એનગેદીના જલસ્રોતથી માંડી એન-એગ્લાઇમના જલસ્રોત સુધી સમગ્ર સમુદ્રકાંઠા ઉપર માછીમારો હશે અને ત્યાં તેઓ પોતાની જાળો સૂકવશે. ભૂમધ્ય સમુદ્રનાં માછલાંની જેમ ત્યાં પણ અનેક પ્રકારનાં માછલાં થશે.


પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા અને તે પડી ગયું. આ પતન કેવું ભયંકર હતું!


પછી ઈસુનાં માએ નોકરોને કહ્યું, “તે જે કંઈ કહે તે કરો.”


ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા.


પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


Lean sinn:

Sanasan


Sanasan