Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 20:9 - પવિત્ર બાઇબલ C.L.

9 કારણ, ઈસુએ મૂએલાંમાંથી પાછા સજીવન થવું જોઈએ એ શાસ્ત્રવચન તેઓ હજુ સુધી સમજતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે તેમણે મરી ગયેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, એ શાસ્‍ત્રવચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 (આ શિષ્યો હજુ પણ શાસ્ત્રલેખ સમજતા નહોતા કે ઈસુએ મૃત્યુમાંથી ઊઠવું જોઈએ.)

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 20:9
22 Iomraidhean Croise  

તમે મને ક્સમધ્યે મૃત્યુલોક શેઓલને સોંપવાના નથી; અને તમારા આ પ્રિય ભક્તને કબરભેગો કરવાના નથી.


મારું ગળું ઠીકરાની જેમ સાવ સુકાઈ ગયું છે. મારી જીભ તાળવે ચોંટી ગઈ છે; તમે જ મને કબરની ધૂળ ભેગો થવા દીધો છે:


સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર મૃત્યુનો કાયમને માટે સદંતર નાશ કરશે. તે એકેએક આંખમાંથી આંસુ લૂછી નાખશે અને આખી દુનિયામાંથી પોતાના લોકનું મહેણું દૂર કરશે. આ તો પ્રભુનાં પોતાનાં વચન છે!


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


ઈસુએ તેમને જવાબ આપ્યો, ધર્મશાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય વિષે અજ્ઞાન હોવાથી તમે ભૂલ કરો છો.


આ બધી બાબતો સહન કરીને મસીહ પોતાના મહિમામાં પ્રવેશે એ તેમને માટે જરૂરી ન હતું?”


પણ તેઓ એ વાતનો અર્થ સમજ્યા નહિ. તેઓ તે સમજી શકે નહિ માટે તે વાત તેમનાથી ગુપ્ત રાખવામાં આવી હતી, અને એ અંગે તેઓ ઈસુને પૂછતાં ગભરાતા હતા.


તેથી જ્યારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને આ વાત યાદ આવી. અને તેમણે ધર્મશાસ્ત્ર પર અને ઈસુએ જે કહ્યું હતું તે પર વિશ્વાસ કર્યો.


એ બાબતનો લોકોની આગળ ખુલાસો કર્યો અને તેની સાબિતી આપી. પાઉલે કહ્યું, “જે ઈસુને હું પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”


પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું.


તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા.


Lean sinn:

Sanasan


Sanasan