Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 20:25 - પવિત્ર બાઇબલ C.L.

25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમને પ્રભુનાં દર્શન થયાં છે.” પણ તેણે જવાબ આપ્યો, “જ્યાં સુધી હું તેમના હાથે ખીલાઓના ઘા જોઉં નહિ અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મૂકું નહિ તથા તેમની છાતીના પડખામાં મારો હાથ મૂકું નહિ, ત્યાં સુધી હું કદી માનવાનો જ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમે પ્રભુને જોયા છે.” પણ તેણે તેઓને કહ્યું, “તેમના હાથમાં ખીલાઓના વેહ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેહમાં મૂક્યા વિના તથા તેમની કૂખમાં મારો હાથ ઘાલ્‍યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, ‘અમે પ્રભુને જોયા છે.’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 20:25
25 Iomraidhean Croise  

જો તે મારી વિનંતીથી હાજર થયા હોત, તો પણ તેમણે મારી ફરિયાદ સાંભળી હોત કે કેમ તે માન્યામાં આવતું નથી.


દુષ્ટોની ટોળકીએ મને ઘેરી લીધો છે, કૂતરાંની જેમ તેઓ મારી ચોપાસ ફરી વળ્યા છે; તેઓ સિંહની જેમ મારા હાથપગ ચીરી નાખે છે.


આ બધું બનવા છતાં પણ તેઓ પાપ કરતા જ રહ્યા અને ઈશ્વરના અદ્‍ભુત ચમત્કારો પર વિશ્વાસ કર્યો નહિ.


તેણે બીજા ઘણાને બચાવ્યા પણ પોતાને બચાવી શક્તો નથી. શું તે ઇઝરાયલનો રાજા નથી? જો તે હાલ ક્રૂસ પરથી ઊતરી આવે તો અમે તેના પર વિશ્વાસ કરીશું.


અને તેથી ઈસુ સજીવન થયા છે અને તેણે તેમને જોયા છે એવું તેણે તેમને કહ્યું ત્યારે તેઓ તેનું માની શક્યા નહિ.


તેઓ પાછા વળ્યા અને બીજા શિષ્યોને તે કહી જણાવ્યું, પણ તેમના પર કોઈએ વિશ્વાસ કર્યો નહિ.


એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ.


પછી ઈસુએ તેમને કહ્યું, “ઓ અબુધો, અને સંદેશવાહકોએ કહેલી બધી બાબતો સમજવામાં અક્કલ વગરનાઓ!


સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢયો, અને તેને કહ્યું, “અમને મસીહ અર્થાત્ ખ્રિસ્ત મળ્યા છે.”


પછી તેમણે થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ લંબાવીને મારા પડખામાં મૂક; શંકા ન રાખ, વિશ્વાસ કર!”


તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેણે પિતરને કહ્યું, “એ તો પ્રભુ છે!” જ્યારે સિમોન પિતરે એ સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો; અને સરોવરમાં કૂદી પડયો.


તેમણે જવાબ આપ્યો, “તમારા પર અમે વિશ્વાસ મૂકીએ એ માટે નિશાની તરીકે તમે કયું અદ્‍ભુત કાર્ય કરી બતાવશો?


મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય.


ઈશ્વરે શપથ લીધા, “તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી જ પ્રવેશ કરશે નહીં” આ શપથ તેમણે કોના સંબંધી લીધા? જેમણે બળવો કર્યો તેમના સંબંધી.


Lean sinn:

Sanasan


Sanasan