Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 19:24 - પવિત્ર બાઇબલ C.L.

24 સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે એને ફાડવો નથી; એ કોને ભાગે આવશે તે જાણવા ચિઠ્ઠી નાખીએ.” “તેમણે મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખી.” એ શાસ્ત્રવચન પૂરું થાય તે માટે સૈનિકોએ એ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 એ માટે તેઓએ અંદરોઅંદર કહ્યું, “આપણે એને ફાડવો નહિ, પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” ‘તેઓએ અંદરોઅંદર મારાં વસ્‍ત્ર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠીઓ નાખી’ એમ શાસ્‍ત્રમાં લખેલું છે એ પૂર્ણ થાય, એ માટે એમ બન્યું. આ કામો તો સિપાઈઓએ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું: “તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા. અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” તેથી સૈનિકોએ આ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 19:24
13 Iomraidhean Croise  

એમ યેહૂની ચોથી પેઢી સુધી તેના વંશજ ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે એવું પ્રભુએ તેને આપેલું વચન પૂર્ણ થયું.


તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, અને મારાં કપડાં માટે તેઓ ચિઠ્ઠીઓ નાખે છે.


માથા પર થઈને ઝભ્ભો પહેરવા ઝભ્ભાનો ઉપરનો ભાગ ખુલ્લો હોવો જોઈએ. એ ભાગ ફાટી ન જાય તે માટે તેને ચામડાના કવચની જેમ ઓટી લીધેલો હોવો જોઈએ.


પણ આશ્શૂરના રાજાનો ઈરાદો તો કંઈક જુદો જ છે. તેના મનની ધારણા અલગ જ છે. તેનો ઈરાદો તો ઘણી પ્રજાઓનું નિકંદન કાઢી નાખવાનો છે.


તેમણે તેમને ક્રૂસે જડયા અને પાસાં નાખીને તેમનાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં.


તેથી તેમણે તેમને ક્રૂસે જડયા અને કોને ભાગે શું આવે તે માટે ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


ઈસુએ કહ્યું, “હે પિતા, આ લોકોને ક્ષમા કરો! પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠી નાખીને તેમણે તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ.


ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”


કારણ, યરુશાલેમમાં વસતા લોકો અને તેમના આગેવાનોને ખબર ન હતી કે તે જ ઉદ્ધારક છે. પ્રત્યેક વિશ્રામવારે વાંચવામાં આવતાં સંદેશવાહકોનાં લખાણો પણ તેઓ સમજતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan