Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 18:37 - પવિત્ર બાઇબલ C.L.

37 તેથી પિલાતે તેને પૂછયું, “તો પછી તું રાજા છે, એમ ને?” ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા માટે જ હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 એથી પિલાતે તેમને પૂછયું, “ત્યારે શું તું રાજા છે.” ઈસુએ ઉત્તર આપ્યો કે, “તમે કહો છો કે હું રાજા છું. એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે, સત્ય વિષે હું સાક્ષી આપું! જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 પિલાતે કહ્યું, “તેથી તું રાજા છે!” ઈસુએ ઉત્તર આપ્યો, “તું કહે છે કે હું રાજા છું તે સાચું છે. મારો જન્મ આ માટે હતો કે લોકોને સત્ય વિષે કહેવું. તેના કારણે હું જગતમાં આવ્યો છું. અને પ્રત્યેક વ્યક્તિ જે સત્યનો છે તે મને ધ્યાનથી સાંભળે છે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 18:37
26 Iomraidhean Croise  

મેં તેને લોકો માટે સાક્ષી અને તેમનો અધિકારી તથા સેનાપતિ ઠરાવ્યો હતો.


ઈસુએ જવાબ આપ્યો, તમે પોતે જ તે કહો છો. પણ હું તમને કહું છું કે એક સમયે તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી તરફ બિરાજેલો અને આકાશનાં વાદળો પર આવતો જોશો.


ઈસુને રાજ્યપાલની સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને તેમણે સવાલ પૂછયો, શું તું યહૂદીઓનો રાજા છે?


ઈસુએ જવાબ આપ્યો, “હા, હું છું; અને તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો તથા આકાશનાં વાદળો સહિત આવતો જોશો!”


પિલાતે તેમને પ્રશ્ર્ન કર્યો, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે જ તે પ્રમાણે કહો છો.”


બધાએ પૂછયું, “તો શું તું ઈશ્વરપુત્ર છે?” તેમણે તેમને જવાબ આપ્યો, “હું એ છું એવું તમે જ કહો છો.”


પિલાતે પ્રશ્ર્ન પૂછયો, “તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તેવું તમે કહો છો.”


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


તેણે જે જે જોયું છે અને સાંભળ્યું છે તે સંબંધી તે સાક્ષી પૂરે છે. પરંતુ કોઈ તેની સાક્ષી કબૂલ રાખતું નથી.


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.


ઈસુએ તેમને જવાબ આપતાં કહ્યું, “હું મારા પોતા વિશે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે; કારણ, હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું.


હું સત્ય કહું છું એટલે જ તમે મારું માનતા નથી.


તમારામાંનો કોણ મારા પર પાપ પુરવાર કરી શકે તેમ છે? જો હું સત્ય કહું તો તમે મારું કેમ માનતા નથી?


જે ઈશ્વરનો છે તે ઈશ્વરનું સાંભળે છે; પણ તમે ઈશ્વરના નથી એટલે જ મારું સાંભળતા નથી.”


સૌના જીવનદાતા ઈશ્વરની સમક્ષ અને પોંતિયસ પિલાતની સમક્ષ સારો એકરાર કરનાર ખ્રિસ્ત ઈસુ સમક્ષ હું તને આજ્ઞા કરું છું:


સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


તમે સત્ય જાણતા નથી માટે હું તમને લખું છું એવું નથી. એથી ઊલટું, તમે સત્ય જાણો છો માટે લખું છું. અને તમને એ ખબર છે કે સત્યમાંથી જૂઠ નીકળી શકે જ નહિ.


આપણે આપણા ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ તે પરથી આપણને ખબર છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે કોઈ પ્રેમ કરતો નથી તે હજી મરણમાં જ છે.


આપણે સત્યના પક્ષના છીએ તેવું આ રીતે જાણી શકીએ છીએ. આ જ રીતે ઈશ્વરની હાજરીમાં આપણે આપણા હૃદયમાં ખાતરી મેળવી શકીશું.


પણ આપણે તો ઈશ્વરના છીએ. જે કોઈ ઈશ્વરનો છે તે આપણું સાંભળે છે. જે કોઈ ઈશ્વરના પક્ષનો નથી તે આપણું સાંભળતો નથી. આ રીતે સત્યનો પવિત્ર આત્મા અને અસત્યના આત્મા વચ્ચેનો તફાવત આપણે પારખી શકીએ છીએ.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી,


લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન, વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan