Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 18:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી પોતાની સાથે સૈનિકોને તેમજ મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ મોકલેલા મંદિરના સંરક્ષકોને લઈને યહૂદાએ બગીચામાં પ્રવેશ કર્યો. તેઓ પાસે હથિયારો, ફાનસો તથા મશાલો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે યહૂદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી યહૂદા સૈનિકોના સમૂહને બાગ તરફ દોરી ગયો. યહૂદા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પાસેથી સિપાઈઓને લઈને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને શસ્ત્રો લઈને આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 18:3
15 Iomraidhean Croise  

સાંઢોના મોટા ધણે મને ઘેરી લીધો છે; બાશાનપ્રદેશના હિંસક આખલાઓ મારી ચારે તરફ ફરી વળ્યા છે.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દસ કન્યાઓ પોતાના દીવા સળગાવીને વરરાજાને મળવા ગઈ.


ઈસુ અને તેમના શિષ્યો જમતા હતા. સિમોનનો દીકરો યહૂદા ઈશ્કારિયોત ઈસુને પકડાવી દે એવી શેતાને તેના મનમાં અગાઉથી પ્રેરણા કરી હતી,


સૈનિકોની ટુકડીએ, તેમના અમલદારે અને યહૂદી સંરક્ષકોએ ઈસુની ધરપકડ કરી અને તેમને બાંધીને પ્રથમ આન્‍નાસ પાસે લઈ ગયા.


ઠંડી પડતી હોવાથી નોકરો અને સંરક્ષકો તાપણું કરી, ઊભા ઊભા તાપતા હતા. પિતર પણ તેમની સાથે ઊભો રહી તાપવા લાગ્યો.


ઈસુએ એ કહ્યું ત્યારે ત્યાં ઊભેલા એક સંરક્ષકે તેમને તમાચો મારીને કહ્યું, “પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે!”


મુખ્ય યજ્ઞકારો અને સંરક્ષકોએ તેમને જોયા એટલે બૂમ પાડતાં કહ્યું, “તેને ક્રૂસે જડી દો! તેને ક્રૂસે જડી દો.” પિલાતે તેમને કહ્યું, “તમે પોતે જ લઈ જઈને એને ક્રૂસે જડી દો; કારણ, તેને સજાપાત્ર ઠરાવવાનું કોઈ કારણ મને મળતું નથી.”


ફરોશીઓએ લોકોના ટોળાને ઈસુ સંબંધી એવી ગુસપુસ કરતા સાંભળ્યું. તેથી તેમણે અને મુખ્ય યજ્ઞકારોએ ઈસુની ધરપકડ કરવા માટે મંદિરના સંરક્ષકોને મોકલ્યા.


“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.


કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો.


Lean sinn:

Sanasan


Sanasan