Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 18:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્યાર પછી ઈસુ પોતાના શિષ્યો સાથે નીકળ્યા અને કિદ્રોનના નાળાને પેલે પાર ગયા. ત્યાં એક બગીચો હતો. ઈસુ તથા તેમના શિષ્યોએ તેમાં પ્રવેશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી, તે તેના શિષ્યો સાથે વિદાય થયો. તેઓ કિદ્રોન ખીણને પેલે પાર ગયા. બીજી બાજુએ ત્યાં એક ઓલીવના વૃક્ષોની વાડી હતી. ઈસુ અને તેના શિષ્યો ત્યાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 18:1
25 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે એદન બાગમાં ખેડકામ કરવા અને તેનું રક્ષણ કરવા તેમાં તે માણસને રાખ્યો.


તેથી પ્રભુ પરમેશ્વરે જે ભૂમિમાંથી આદમને બનાવ્યો હતો તેમાં ખેતી કરવા માટે તેને એદન બાગની બહાર કાઢી મૂક્યો.


દાવિદના પક્ષકારો ચાલ્યા જતા હતા ત્યારે સર્વ લોકો પોક મૂકીને રડયા. રાજા અને તેના માણસોએ કિદ્રોનનું નાળું ઓળંગ્યું અને તેઓ સૌ વેરાનપ્રદેશ તરફ ગયા.


પોતાની દાદી માખાને તેણે રાજમાતાના પદ પરથી ઉતારી મૂકી, કારણ, તેણે પ્રજોત્પતિની દેવી અશેરાની ઘૃણાસ્પદ પ્રતિમા બનાવી હતી. આસાએ એ પ્રતિમા કાપી નાખીને તેને કિદ્રોનની ખીણમાં બાળી નાખી.


જો તું કિદ્રોનના વહેળાને પેલે પાર ગયો તો ચોક્કસ માર્યો જશે, અને તેનો દોષ તારે શિર રહેશે.”


આહાઝ રાજાના ખંડની અગાશીમાં યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓ યોશિયા રાજાએ તોડી નાખી. સાથોસાથ મંદિરના બે ચોકમાં મનાશ્શા રાજાએ ઊભી કરેલી બે વેદીઓ પણ તોડી પાડી. તેણે વેદીઓના ચૂરેચૂરા કરી નાખીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી.


પછી યોશિયાએ પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, તેના મદદનીશ યજ્ઞકારો અને મંદિરના પ્રવેશદ્વારના સંરક્ષકોને મંદિરમાંથી બઆલની, અશેરા દેવીની તથા નક્ષત્ર મંડળની પૂજા માટે વપરાતી સાધનસામગ્રી બહાર કાઢી નાખવા આદેશ આપ્યો. પછી રાજાએ એ બધી સાધનસામગ્રી યરુશાલેમ શહેર બહાર કિદ્રોનની ખીણમાં લઈ જઈને બાળી નાખી, અને પછી એની રાખ બેથેલ મોકલી આપી.


તેણે મંદિરમાંથી અશેરા દેવીની પ્રતિમા કઢાવી નાખી અને તેને યરુશાલેમ બહાર કિદ્રોન ખીણમાં બાળી નાખી. તેની રાખને ધૂળમાં મેળવી દઈને તેને જાહેર કબ્રસ્તાનમાં વેરી નાખી.


આસા રાજાએ પોતાની મા માખાને રાજમાતાની પદવી પરથી દૂર કરી. કારણ, તેણે અશેરા દેવીની ઘૃણાસ્પદ મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિ કાપી નાખી. તેનો ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો કિદ્રોનની ખીણમાં બાળી નાખ્યો.


યજ્ઞકારો પ્રભુના મંદિરમાં તેને શુદ્ધ કરવા ગયા અને સઘળી અશુદ્ધ વસ્તુઓ મંદિરના ચોકમાં કાઢી નાખી. ત્યાંથી લેવીઓ તેમને નગર બહાર કિદ્રોનની ખીણમાં લઈ ગયા.


તેમણે યરુશાલેમમાંની બધી વિધર્મી યજ્ઞવેદીઓ અને ધૂપવેદીઓ તોડી પાડીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી.


તેથી હું ખીણ તરફ ગયો અને મેં કોટનું અવલોકન કર્યું. ત્યાર પછી જે માર્ગે હું નીકળ્યો હતો ત્યાં ગયો અને “ખીણના દરવાજા” થઈ શહેરમાં પાછો ગયો.


અને જ્યાં મૃતદેહો દફનાવવામાં આવે છે અને કચરો બાળી નાખવામાં આવે છે એ આખો ખીણપ્રદેશ અને કિદ્રોનના વહેળા પરના બધાં ખેતરોથી છેક પૂર્વમાં ઘોડા દરવાજા સુધીનો બધો વિસ્તાર પ્રભુને માટે પવિત્ર થશે. તે પછી એ નગરને ફરીથી કદી તોડી પાડવામાં આવશે નહિ કે તેનો નાશ થશે નહિ.”


તમારે તેના ટુકડા કરી તે પર તેલ રેડવું અને પછી તેને ધાન્ય અર્પણ તરીકે ચડાવવું.


ત્યાર પછી ગીત ગાઈને તેઓ ઓલિવ પર્વત તરફ ચાલી નીકળ્યા.


ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથસેમાને નામના સ્થળે ગયા. તેમણે શિષ્યોને કહ્યું, હું ત્યાં જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો.


પછી તેમણે ગીત ગાયું અને બહાર નીકળીને તેઓ ઓલિવ પર્વત તરફ ગયા.


તેઓ ગેથસેમાને નામની વાડીમાં આવ્યા ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહે છે, “હું પ્રાર્થના કરીને આવું ત્યાં સુધી તમે અહીં બેસો.”


ઊઠો, આપણે જઈએ. જુઓ, મને પકડાવી દેનાર આવી પહોંચ્યો છે!”


પણ હું પિતા પર પ્રેમ કરું છું, અને તેમની આજ્ઞા પ્રમાણે હું ચાલું છું એની દુનિયાને ખબર પડવી જોઈએ. ચાલો, આપણે અહીંથી જઈએ.”


પ્રમુખ યજ્ઞકારનો એક નોકર, જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો તેનો જે સગો થતો હતો, તે બોલી ઊઠયો, “શું મેં તને તેની સાથે બગીચામાં જોયો ન હતો?”


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા આમ કહે છે: જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિનયહૂદીઓને સુપરત કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan