Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 17:26 - પવિત્ર બાઇબલ C.L.

26 મેં તમને તેમની સમક્ષ પ્રગટ કર્યા છે અને હજી કરતો રહીશ. જેથી મારા પરના તમારા પ્રેમમાં તેઓ ભાગીદાર બને, અને હું પણ એમનામાં વસું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને મેં તેઓને તમારું નામ જણાવ્યું છે, અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 17:26
28 Iomraidhean Croise  

તેથી હું મારા બધુંઓને તમારું નામ પ્રસિદ્ધ કરીશ; હું ભક્તોની સભામાં તમારી સ્તુતિ ગાઈશ.


તે દિવસે તમને ખાતરી થશે કે હું મારા પિતામાં વસું છું અને હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો.


ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું.


હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે.


તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શક્તી નથી. તે જ પ્રમાણે તમે મારામાં ન વસો તો ફળ આપી શક્તા નથી.


જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં રહો.


જેમ તમે મારામાં વસો છો, તેમ હું તેઓમાં વસું; જેથી તેઓ સંપૂર્ણ રીતે એક બને; અને એમ દુનિયા માને કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખો છો તેમ તેઓ પર પણ પ્રેમ રાખો છો.


“આ દુનિયામાંથી તમે મને જે માણસો સોંપ્યા હતા, તેમની સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે. તેઓ તમારા જ હતા અને તમે તેમની સોંપણી મને કરી હતી. તેમણે તમારા સંદેશનું પાલન કર્યું છે.


કારણ, જે સંદેશ તમે મને આપ્યો હતો તે મેં તેમને પહોંચાડયો છે. તેમણે તેનો સ્વીકાર કર્યો છે, અને તેમને ખાતરી થઈ છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તમે જ મને મોકલ્યો છે.


જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં જીવે છે અને હું તેનામાં જીવું છું.


હું મારું માન શોધતો નથી; એની ચિંતા કરનાર અને ન્યાય કરનાર તો બીજો છે.


જો ખ્રિસ્ત તમારામાં વસે છે, તો પાપને કારણે તમારું શરીર તો મરણશીલ છે; પણ ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી તમારો આત્મા જીવે છે.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


ખ્રિસ્ત તો અનેક અવયવવાળા એક શરીર સમાન છે. અનેક અવયવનું બનેલું હોવા છતાં શરીર તો એક જ છે.


તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


(કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ).


આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે; અને એ તો ખ્રિસ્ત અને તેમની મંડળી સંબંધી છે એમ મારું કહેવું છે.


ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે.


અને તેમની સાથેના સંબંધને લીધે તમને ભરપૂર જીવન આપવામાં આવેલું છે. દરેક આત્મિક અધિકાર અને સત્તાની ઉપર ખ્રિસ્તની સત્તા છે.


એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્‍નતી કે સુન્‍નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે.


હવે આપણા પ્રભુ ઈસુ પોતે તથા આપણા પર પ્રેમ કરનાર અને આપણને સાર્વકાલિક દિલાસો આપનાર અને કૃપા દ્વારા સારી આશા આપનાર


તે ઈશ્વરને કહે છે: “હે ઈશ્વર, હું મારા ભાઈઓને તમારું નામ પ્રગટ કરીશ. તેમની સભા મયે હું તમારી પ્રશંસા કરીશ.”


જે કોઈ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ઈશ્વરે આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણને ખબર પડે છે કે તે આપણામાં રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan