Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 14:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપ, ઘણા સમયથી હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને જોયા છે, તો પછી તું શા માટે કહે છે કે, ‘અમને પિતાનાં દર્શન કરાવો?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ઈસુએ ઉત્તર આપ્યો, “ફિલિપ, ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું. તેથી તારે મને ઓળખવો જોઈએ. જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે. તેથી તું શા માટે કહે છે, અમને પિતા બતાવ?

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 14:9
16 Iomraidhean Croise  

તેથી તેણે ઇસ્હાકને બોલાવીને કહ્યું, “અરે, એ તો તારી પત્ની છે! તો પછી તેં એમ કેમ કહ્યું કે એ મારી બહેન છે?” ઇસ્હાકે કહ્યું, “મેં એવું વિચાર્યું કે એમ કહેવાથી મારે માર્યા જવું પડશે.”


હું તો રક્ષણ માટે પ્રભુને શરણે આવ્યો છું; તો પછી તમે મને એમ કેમ કહો છો કે, “હે પક્ષી, તું તારા પર્વત પર ઊડી જા?”


તું કેવી રીતે કહી શકે કે હું ભ્રષ્ટ થઈ નથી અથવા મેં બઆલદેવોની પૂજા કરી નથી? ખીણપ્રદેશમાં તારો વર્તાવ કેવો હતો અને ત્યાં તેં જે કામો કર્યાં તે સંભાર. તું તો ઋતુમાં આવેલી જંગલી ઊંટડીની જેમ આમતેમ દોડે છે.


ઈસુએ તેમને કહ્યું, “તમે કેવા અવિશ્વાસુ લોકો છો! તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું? મારે ક્યાં સુધી તમારું સહન કરવું? છોકરાને મારી પાસે લાવો!”


ઓ દંભીઓ! પૃથ્વી અને આકાશ જોઈને તેમનું સ્વરૂપ તમે પારખો છો; તો પછી તમે વર્તમાન સમયના બનાવોના અર્થ કેમ પારખી શક્તા નથી?


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


હું અને પિતા એક છીએ.”


જે કોઈ મારાં દર્શન કરે છે, તે મને મોકલનારનાં પણ દર્શન કરે છે.


તે દિવસે તમને ખાતરી થશે કે હું મારા પિતામાં વસું છું અને હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો.


વળી તેમણે કહ્યું, “જો તમે મને ઓળખો, તો તમે મારા પિતાને પણ ઓળખશો, અને હવેથી તમે તેમને ઓળખો છો અને તમે તેમને જોયા છે.”


તેમણે પૂછયું, “તારો પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે મને કે મારા પિતાને ઓળખતા નથી. જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત.”


ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, એ અમારો સંદેશો છે. તો પછી તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મૂએલાં સજીવન થનાર નથી?


પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તે વળગી રહ્યા નહિ.


ખ્રિસ્ત તો અદૃશ્ય ઈશ્વરનું સાક્ષાત્ પ્રતિરૂપ છે. તે સકળ સર્જન પહેલાંના અને સર્વોપરી છે.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan