Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 14:19 - પવિત્ર બાઇબલ C.L.

19 થોડી વાર પછી દુનિયા મને જોશે નહિ, પરંતુ તમે મને જોશો, અને હું જીવંત છું માટે તમે પણ જીવશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 થોડીવાર પછી દુનિયા મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ખૂબ જ ટૂંકા સમયમાં જગતના લોકો મને વધારે વખત જોઈ શકશે નહિ. પણ તમે મને જોઈ શકશો. તમે જીવશો કારણ કે હું જીવું છું.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 14:19
20 Iomraidhean Croise  

ઈસુએ તેને કહ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે,


ઈસુએ જવાબ આપ્યો, “હજી થોડો સમય પ્રકાશ તમારી પાસે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો; જેથી અંધકાર તમારા પર આવી પડે નહિ. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી.


મારાં બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો; પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું: જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


“થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો.”


એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક જીવન પામે, અને હું તેમને અંતિમ દિવસે સજીવન કરું એ જ પિતા ઇચ્છે છે.”


ઈસુએ કહ્યું, “હું તમારી સાથે થોડીવાર છું, અને ત્યાર પછી મને મોકલનાર પાસે પાછો જઉં છું.


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”


સર્વ લોકોને નહિ, પણ અમને ઈશ્વરે સાક્ષીઓ થવાને અગાઉથી પસંદ કર્યા છે અને અમને તેમનાં દર્શન કરાવ્યાં છે. તે મરણમાંથી સજીવન થયા ત્યાર પછી અમે તેમની સાથે ખાધુંપીધું.


આપણે ઈશ્વરના દુશ્મન હતા, પણ ઈશ્વરના પુત્રના મરણથી આપણને તેમના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ, તેથી ખ્રિસ્તના જીવનથી વિશેષ બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે!


ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે.


પણ સત્ય હકીક્ત એ છે કે ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, અને એ તો મરણમાં ઊંઘી જનારા સજીવન થશે એની ખાતરી છે.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ માનવી આદમને જીવંત પ્રાણી તરીકે સર્જવામાં આવ્યો હતો,” પણ છેલ્લો આદમ તો જીવન આપનાર આત્મા છે.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


પછી મેં રાજ્યાસનો જોયાં અને જેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમને તેમના પર બેઠેલા જોયા. ઈસુએ પ્રગટ કરેલ સત્ય અને ઈશ્વરના સંદેશને લીધે જેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો તેઓ એ હતા. તેમણે પેલા પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને તેમના કપાળે કે હાથે પશુની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan